કોરોના વાયરસનાં કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. સામાન્ય લોકોથી લઈને મોટા સેલેબ્સ સુધી, હવે કોરોના વધુને વધુ લોકોને પોતાની પકડમાં લઇ રહ્યો છે. હવે બોલિવૂડ એક્ટર આશુતોષ રાણા પણ કોરોના પોઝિટિવ થયા છે. અભિનેતાએ તાજેતરમાં કોરોનાનો પ્રથમ ડોઝ લીધો હતો.
શ્રદ્ધાંજલિ / ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ પર PM મોદીએ ટ્વીટ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
અભિનેતા આશુતોષ રાણા કોરોના સંક્રમિત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જ તેમણે રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. આશુતોષ રાણા પોતાના આકર્ષક અભિનય માટે જાણીતા છે. અભિનેતાએ તેની કારકિર્દીમાં અત્યાર સુધીની એક થી એક શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. હવે અભિનેતા કોરોના પોઝિટિવ હોવાના સમાચારથી બધા ચોંકી ગયા છે. તેમના પત્ની રેણુકાએ પોતે જ તેમના પતિ સાથે ફોટો શેર કર્યો હતો અને ચાહકોને કહ્યું હતું કે તેઓએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે. 53 વર્ષીય અભિનેતાએ પોતે અને તેમના પત્ની રેણુકા સાથે કોરોનાનો પ્રથમ ડોઝ લીધો હતો.
ગંભીર સ્થિતિ / દેશમાં કોરોનાની બેકાબુ ગતિ, નોંધાયા રેકોર્ડબ્રેક કેસ
સન્યા મલ્હોત્રા, શીબા ચડ્ડા, આશુતોષ રાણા, રઘુવીર યાદવ અને સયાની ગુપ્તાની સાથે આશુતોષ રાણા છેલ્લે ઉમેશ બિષ્ટનાં પગલૈટમાં જોવા મળ્યા હતા. નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી આ ફિલ્મને ચાહકોએ ખૂબ પસંદ કરી હતી. આશુતોષે 1995 માં હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. અભિનેતાને તેની વાસ્તવિક ઓળખ કાજોલ સ્ટારર ફિલ્મ દુશ્મનથી મળી હતી, જેમાં અભિનેતાએ સાયકો કિલરની ભૂમિકા ભજવી હતી. તેણે દક્ષિણમાં ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે, તે દક્ષિણમાં જીવા તરીકે પ્રખ્યાત છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
