Not Set/ દેશમાં કોરોનાની બેકાબુ ગતિ, નોંધાયા રેકોર્ડબ્રેક કેસ

ભારતમાં કોરોના મહામારીની બેકાબુ ગતિ સતત કહેરર વરસાવી રહી છે. દેશમાં એક તરફ, જ્યાં કોરોના દર્દીઓનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે.

Top Stories India

ભારતમાં કોરોના મહામારીની બેકાબુ ગતિ સતત કહેર વરસાવી રહી છે. દેશમાં એક તરફ, જ્યાં કોરોના દર્દીઓનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. વળી કોવિડને કારણે થતા મૃત્યુની સંખ્યામાં પણ દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. પહેલીવાર દેશમાં 1 લાખ 85 હજારથી વધુ નવા કોરોનાનાં કેસ નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં કોરોના / સીએમ ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન, મહારાષ્ટ્રમાં નહીં લાગે લોકડાઉન

ભારતમાં કોરોના એક્ટિવ કેસનાં કેસો હવે 13 લાખને પાર કરી ગયા છે. આપને જણાવી દઇએ કે, છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં દરરોજ દોઢ લાખથી વધુ પોઝિટિવ કેસ આવી રહ્યા છે. વર્લ્ડોમીટર મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન 1.85 લાખથી વધુ નવા કેસ નોંધાયા પછી, ભારતમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 1.38 કરોડને વટાવી ગઈ છે. જ્યારે કોવિડથી થયેલા કુલ મોતની સંખ્યા 1,000 થી વધુ થઇ છે. આ સાથે મોતનો આંક વધીને 1,72,115 થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં પોઝિટિવ કેસોમાં વધારો થવાની સાથે, કોવિડ-19 દર્દીઓની રિકવરીનો દર નોંધવામાં આવી રહ્યો છે.

કોરોના બેકાબુ / ગુજરાતમાં 67 લોકોને ભરખી ગયો કોરોના,6690 નવા સંક્રમિતો

દેશનાં મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધુ કોરોનાનાં કેસ સામે આવી રહ્યા છે. વળી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના દર્દીઓનો ગ્રાફ પણ ઝડપથી વધી રહ્યો છે. કોરોના સંકટને પહોંચી વળવા માટે મહારાષ્ટ્રમાં આજે રાત્રીનાં આઠ વાગ્યાથી કડક નિયમો લાગુ કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં ‘બ્રેક ચેન’ નામ હેઠળ, સમગ્ર રાજ્યમાં કલમ 144 લાગુ રહેશે. આ સમય દરમિયાન, લોકો ફક્ત આવશ્યક સેવાઓ માટે તેમના ઘરની બહાર જઇ શકશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ