childhood friend/ PM મોદીના મુસ્લિમ મિત્ર અબ્બાસ હાલ ક્યાં છે,જાણો તેમના વિશેની વિગતો

પીએમ મોદીએ તેમની માતા હીરાબેન મોદીના 100મા જન્મદિવસ પર બ્લોગ લખીને અબ્બાસનો ઉલ્લેખ કર્યો હતો.વડાપ્રધાન મોદીએ કહ્યું કે માતા અબ્બાસનું ખૂબ ધ્યાન રાખતી હતી.

Top Stories India

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુસ્લિમ મિત્ર ‘અબ્બાસ’ વિશે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. પીએમ મોદીએ તેમની માતા હીરાબેન મોદીના 100મા જન્મદિવસ પર બ્લોગ લખીને અબ્બાસનો ઉલ્લેખ કર્યો હતો.વડાપ્રધાન મોદીએ કહ્યું કે માતા અબ્બાસનું ખૂબ ધ્યાન રાખતી હતી.

તેમણે કહ્યું હતું કે બાળપણમાં એક રીતે અબ્બાસ અમારા ઘરે રહીને ભણ્યો હતો. અમારા બધા બાળકોની જેમ માતા પણ અબ્બાસનું ખૂબ ધ્યાન રાખતી. ઈદ પર માતા અબ્બાસ માટે પોતાની પસંદગીની વાનગીઓ બનાવતી હતી.PM મોદીએ તેમના મિત્ર અબ્બાસનો ઉલ્લેખ કર્યો હતો.  અબ્બાસ હાલમાં ઓસ્ટ્રેલિયામાં રહે છે. આ અબ્બાસ હાલ ઓસ્ટ્રેલિયમાં પોતાના નાના પુત્ર સાથે રહે છે, જો કે તેમનો મોટો પુત્ર આજે પણ મહેસાણા જિલ્લાના ખેરાળુ પાસેના કેસિમ્પા ગામમાં રહે છે. અબ્બાસે ગુજરાત સરકારમાં વર્ગ II ના કર્મચારી તરીકે કામ કર્યું છે. તે ફૂડ એન્ડ સપ્લાય ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા. જેઓ થોડા મહિના પહેલા જ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા છે.                    .

ગાંધીનગર/ હવે નહી બને પૂજ્ય હીરાબા માર્ગ? આ કારણ હોઈ શકે છે

પોતાના બ્લોગમાં અબ્બાસનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે ‘માતા હંમેશા બીજાને ખુશ જોઈને ખુશ રહે છે. ઘરમાં જગ્યા ભલે ઓછી હોય, પણ તેનું દિલ ઘણું મોટું છે. ઉદાહરણ તરીકે, પીએમએ કહ્યું કે અમારા ઘરથી થોડે દૂર એક ગામ હતું, જ્યાં મારા પિતાના ખૂબ જ નજીકના મુસ્લિમ મિત્રો રહેતા હતા તેમનો પુત્ર અબ્બાસ હતાે.

PM Visit /પીએમ મોદીએ જણાવ્યું કે કેવી રીતે તેમની માતા હીરાબાએ અબ્બાસનો પણ ઉછેર કર્યો, ઈદની ઉજવણીનો કર્યો ઉલ્લેખ …

તેમણે આગળ લખ્યું કે મિત્રના અકાળ મૃત્યુ પછી પિતા લાચાર અબ્બાસને અમારા ઘરે લઈ આવ્યા હતા. એક રીતે જોઈએ તો અબ્બાસ અમારા ઘરે રહીને ભણતો. અમારા બધા બાળકોની જેમ માતા પણ અબ્બાસનું ખૂબ ધ્યાન રાખતી. ઈદ પર માતા અબ્બાસ માટે તેની પસંદગીની વાનગીઓ બનાવતી હતી. આટલું જ નહીં, અમારી આસપાસના કેટલાક બાળકો તહેવારોમાં આવીને જમતા પણ હતા. તેમને મારી માતાએ બનાવેલું ભોજન પણ ખૂબ પસંદ હતું.