Gujarat News/ ગુજરાત મીડિયા પ્રવાસના ભાગરૂપે, કેરળનાં મહિલા પત્રકાર પ્રતિનિધિમંડળ અને PIB કેરળ અને અમદાવાદના અધિકારીઓની ગુજરાતના મુખ્યમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત

કેરળનાં મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે આજે ત્રીજા દિવસે GIFT, ગાંધીનગરની પણ મુલાકાત લીધી હતી

Top Stories Gujarat

Gujarat News : ગુજરાત મીડિયા પ્રવાસના ભાગરૂપે, કેરળનાં મહિલા પત્રકાર પ્રતિનિધિમંડળ અને PIB કેરળ અને અમદાવાદના અધિકારીઓએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી.  તે સિવાય ગુજરાતનાં પ્રવાસે આવેલા કેરળનાં મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે આજે ત્રીજા દિવસે GIFT, ગાંધીનગરની પણ મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિ મંડળે અહીં આવેલા ફોરેન એક્સચેન્જની રૂબરૂ મુલાકાત લઈ તેની કામગીરી અંગે માહિતી મેળવી હતી.

https://twitter.com/PIBAhmedabad/status/1870071381209297262?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1870071381209297262%7Ctwgr%5E0a24c90f9e591699fdd82ad4d13e498b8b88517c%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2FPIBAhmedabad%2Fstatus%2F1870071381209297262

મંડળે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA)નાં અઘ્યક્ષ કે.રાજારમણ સાથેની મુલાકાત કરી હતી.અધ્યક્ષ કે.રાજારમણે અહીં શરૂ થતાં વેપાર, કંપનીને કઈ રીતે અને કેટલો ફાયદો થાય છે? તે માહિતી આપી હતી. તેમજ GIFT સીટીનાં વેપાર, રોજગાર ઉપરાંત અન્ય ફાયદાઓ વિશે માહિતી આપી હતી.પત્રકારોએ ગિફ્ટ સિટી અને કૂલિંગ પ્લાન્ટની પણ મુલાકાત લઈ તેની કામગીરી અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ સાંજે સાબરમતી રિવરફ્રન્ટ ડેલપમેન્ટ પ્રોજક્ટ ઓફિસની મુલાકાત લઈ તેમણે સાબરમતીની કઈ રીતે કાયાપલટ કરવામાં આવી તેનું પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું અને રિવર ક્રૂઝ અને ગુજરાતી ભોજનનો આનંદ પણ માણ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: PMJAY કાર્ડનું કામ કરતી કંપનીનું માસ્ટર આઈડી ભાડેથી મેળવી શરૂ કર્યું કૌભાંડ : ક્લાયન્ટને બોગસ કાર્ડ આપવા ટેલિગ્રામ-વ્હોટ્સએપ ગ્રુપ બન્યાં

આ પણ વાંચો: અમદાવાદ ક્રાઈમબ્રાંચે PMJAY દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો, માત્ર 5 મિનિટમાં બનાવતા હતા કાર્ડ – 6 આરોપીની ધરપકડ

આ પણ વાંચો: PMJAY પેનલમાં સામેલ કાર્ડિયોલોજી હોસ્પિટલો માટે નવી માર્ગદર્શિકા જાહેરhttps://twitter.com/PIBAhmedabad/status/1870071381209297262?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1870071381209297262%7Ctwgr%5E0a24c90f9e591699fdd82ad4d13e498b8b88517c%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2FPIBAhmedabad%2Fstatus%2F1870071381209297262