Gandhinagar News : ગીર વિસ્તારમાં સિંહો (Lion)માં જોવા મળેલા રોગચાળાને પગલે ગુજરાત વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી વિશેષ આરોગ્ય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી Bhupendra Patel દ્વારા યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આપવામાં આવેલા દિશાનિર્દેશોને આધારે વન અને પર્યાવરણ મંત્રી Arjun Modhwadiaના માર્ગદર્શન હેઠળ સિંહોના આરોગ્ય સુરક્ષા માટે સઘન કામગીરી શરૂ કરવામાં આવી છે.
વન વિભાગની ટીમો દ્વારા ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહોના સતત હેલ્થ મોનીટરીંગ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે સિંહોને વેક્સિનેશન, ટ્રીટમેન્ટ અને ડી-ટીકીંગ જેવી પ્રક્રિયાઓ ઝડપથી કરવામાં આવી રહી છે. સાથે જ વન્યજીવ તબીબોની વિશેષ ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, ગીરના સિંહો (Lion) રાજ્યની અમૂલ્ય પ્રાકૃતિક ધરોહર છે અને તેમની સુરક્ષા માટે સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. સિંહોમાં કોઈપણ પ્રકારના ચેપજન્ય રોગના ફેલાવાને રોકવા માટે સેમ્પલ ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને રેસ્ક્યૂ કામગીરી પણ તેજ કરવામાં આવી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડ્યે વધુ તબીબી અને તકનીકી સહાય પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. વન વિભાગે સ્થાનિક લોકોને પણ અપીલ કરી છે કે તેઓ ગીર વિસ્તારની આસપાસ કોઈ બીમાર અથવા અસ્વસ્થ સિંહ જોવા મળે તો તાત્કાલિક જાણ કરે.

રાજ્ય સરકાર અને વન વિભાગના સંકલિત પ્રયાસોથી ગીરના સિંહો (Lion)ને સુરક્ષિત રાખવા માટે વ્યાપક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે આગામી દિવસોમાં વધુ સઘન બનાવાશે.
