karnataka election 2023/ નરેન્દ્ર મોદીએ બાળકોને કર્યો સવાલ, પીએમ બનવાનુ મન નથી થતું ? જુઓ વીડિયો બાળકોએ શુ આપ્યો જવાબ

કર્ણાટક ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના પ્રવાસે છે, આ દરમિયાન પીએમ મોદીએ મંગળવારે (2 મે) કલબુર્ગીમાં બાળકોને મળ્યા હતા

Top Stories India

કર્ણાટક ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના પ્રવાસે છે. આ દરમિયાન પીએમ મોદીએ મંગળવારે (2 મે) કલબુર્ગીમાં બાળકોને મળ્યા હતા. બાળકોને મળતી વખતે તેમનો રમુજી અંદાજ દેખાયો.

પીએમ મોદીએ બાળકોને આંગળીઓ વડે અનેક આકાર બનાવવા કહ્યું. જે બાળકોએ કર્યું અને બતાવ્યું. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આ પછી પીએમ મોદીએ બાળકોને પૂછ્યું કે તેઓ શું બનવા માગે છે? તેના પર એક બાળકે જવાબ આપ્યો કે તે ડોક્ટર બનવા માંગે છે અને બીજાએ કહ્યું કે તે પોલીસ બનવા માંગે છે. તેના પર પીએમ મોદીએ બાળકોને પૂછ્યું કે શું તમને વડાપ્રધાન બનવાનું મન નથી થતું તો એક છોકરાએ કહ્યું કે હું તમારા જેવો બનવા માંગુ છું.  કલબુર્ગીમાં રોડ શો કરતા પહેલા તેમણે બાળકો સાથે વાત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઉત્તર કર્ણાટકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગૃહ જિલ્લા કલબુર્ગીમાં એક મોટો રોડ શો યોજ્યો હતો. ખડગેએ મોદીની તુલના “ઝેરી સાપ” સાથે કરી અને તેમના ધારાસભ્ય-પુત્ર અને પૂર્વ મંત્રી પ્રિયંક ખડગેએ તેમને નકામા ગણાવ્યાના દિવસો બાદ તેમનો રોડ શો આવ્યો.

સુશોભિત ખુલ્લા વાહનમાં સવાર થઈને પીએમ મોદીએ ભાજપની કેસરી ટોપી પહેરી હતી અને ગળામાં પીળી શાલ લપેટી હતી. તેમની સાથે કલબુર્ગીના બીજેપી સાંસદ ઉમેશ જાધવ અને કેન્દ્રીય કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ રાજ્ય મંત્રી ભગવંત ખુબા પણ હતા. આ દરમિયાન, તેમણે રસ્તાની બંને બાજુએ ઉભેલા ઉત્સાહી લોકોને હાથ મિલાવ્યા અને અભિવાદન કર્યું.