અમદાવાદ,
અમદાવાદની જાણીતી વીએસ હોસ્પિટલ ધીરે ધીરે કોમામાં જતી રહે તેવા દિવસો આવ્યા છે.વીએસ હોસ્પિટલ કેમ્પસમાં જ 750 કરોડના ખર્ચે સરદાર વલ્લભભાઇ પટેલ(એસવીપી)હોસ્પિટલને ચલાવવા માટે હવે વીએસ હોસ્પિટલ બંધ કરવી પડે તેવા દિવસો આવ્યાં છે.
વીએસ હોસ્પિટલમાં આવેલ ટ્રોમા સેન્ટર અને મેડિસિન આઇસીયુને એસવીપીમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.એવી રીતે એક પછી એક વિભાગો અને સુવિધાઓ વીએસ હોસ્પિટલમાંથી એસવીપી હોસ્પિટલમાં શિફ્ટ કરાતા દર્દીઓને હવે જે ઈલાજ મફતમાં થતો હતો તેના માટે નાણા ચુકવવાના રહેશે.
વીએસ હોસ્પિટલમાં દર્દીઓ પાસેથી સાવ ન્યુનત ચાર્જ વસુલ કરવામાં આવતો હતો,જેની સામે નવી બનેલી એસવીપી હોસ્પિટલમાં ઓપીડીથી લઇને ઓપરેશન સુધીનો મોટો ચાર્જ વસુલ કરવામાં આવે છે.
જોકે સત્તાધીશોનું કહેવું છે કે દર્દીઓ એસવીપી હોસ્પિટલમાં અમૃતમ કાર્ડ જેવી સરકારી યોજનાઓનો લાભ લઈ શકશે.
જાન્યુઆરી માસમાં પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન થયેલ એસવીપી હોસ્પિટલને ચલાવવા માટે વીએસ હોસ્પિટલમાં આવેલ ટ્રોમા સેન્ટર અને મેડિસિન આઇસીયુ શિફ્ટ કરવામાં આવ્યું છે જેના કારણે 24 કલાક દર્દીઓથી ધમધમતું ટ્રોમાં સેન્ટર દર્દીઓ વગરનું જોવા મળ્યું હતું તો વળી બીજી તરફ મેડિસિન આઇસીયુ પણ દર્દીઓ વગર ખાલી જોવા મળ્યું હતું તો બીજી તરફ સત્તાધીશોનું માનવું છે કે અંતર્ગત આવતા તમામ વિભાગો એક બાદ એક એસ.વી.પી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવશે તો વળી વી.એસ.હોસ્પિટલ ને ચલાવવા માટે નવા ડોક્ટરોની નિમણૂક કરવામાં આવશે તો વળી એસ.વી.પી હોસ્પિટલમાં સારવાર લેવા માટે દર્દીઓએ નાણા ચૂકવવા પડશે તો વળી આ હોસ્પિટલમાં મા અમૃતમ કાર્ડ પણ જોડવામાં આવ્યું નથી જે થી દર્દીઓને ને મફત માં સારવાર મળતી હતી તે દર્દીઓને હવે આ તમામ સારવાર માટે નાણાં ચૂકવવાના રહેશે.
