આજનું રાશિફળ (Aaj nu Rashifal)
દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
Rashibhavishya:વિક્રમ સંવત ૨૦૮૨ના જેઠ અધિક સુદ તેરસના પવિત્ર દિવસે આજે શુક્રવાર, ૨૯ મે ૨૦૨૬ છે. આજનો દિવસ ધાર્મિક અને શુભ કાર્યો માટે અનુકૂળ માનવામાં આવે છે, કારણ કે આજે પંચક તથા વિંછુડો બંને નથી. ચંદ્ર તુલા રાશિમાં સંચાર કરી રહ્યો છે અને ૩૦ મેની સવારે ૦૬:૪૦ સુધી આ રાશિમાં રહેશે, જ્યારે સૂર્ય વૃષભ રાશિમાં સ્થિત છે. સ્વાતિ નક્ષત્ર આજે સવારે ૧૦:૩૬ સુધી રહેશે, ત્યારબાદ વિશાખા નક્ષત્રનો પ્રારંભ થશે. પરિઘ યોગ સવારે ૦૪:૩૨ સુધી યથાવત રહેશે અને તૈતીલ કરણ સવારે ૦૯:૪૯ સુધી રહેશે.
સૂર્યોદય સવારે ૦૫:૫૫ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૭:૧૯ વાગ્યે થશે, જ્યારે ચંદ્રોદય સાંજે ૦૫:૪૭ વાગ્યે અને ચંદ્રાસ્ત વહેલી સવારે ૦૪:૪૭ વાગ્યે થશે. આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૦ થી ૦૧:૦૩ સુધી રહેશે, જ્યારે રાહુકાળ સવારે ૧૦:૫૭ થી બપોરે ૧૨:૩૭ સુધી રહેશે, તેથી આ સમય દરમિયાન નવા અને મહત્વપૂર્ણ કાર્યો શરૂ કરવાનું ટાળવું શુભ માનવામાં આવે છે. આજના દિવસે માતા લક્ષ્મીજીને કમળનું ફૂલ અર્પિત કરવું વિશેષ શુભ અને ફળદાયી ગણાય છે. તેરસ તિથિની સમાપ્તિ સવારે ૦૯:૫૦ વાગ્યે થશે.
તારીખ:- ૨૯-૦૫-૨૦૨૬, શુક્રવાર /જેઠ અધિક સુદ તેરસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૩૫ થી ૦૯:૧૫ |
| અમૃત | ૦૯:૧૫ થી ૧૦:૫૭ |
| શુભ | ૧૨:૩૬ થી ૦૨.૧૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૫૮ થી ૧૧:૧૭ |
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
મેષ (અ, લ , ઈ) :-
જીદ્દી સ્વભાવ છોડો.
મૂડ બદલાયા કરે.
અટવાયેલ વાત ઉકેલાય.
ધારેલ વ્યક્તિ સાથે મિલન થાય.
શુભ કલર – ક્રીમ
શુભ નંબર – ૧

વૃષભ (બ, વ, ઉ) :-
મજબૂત નિર્ણય લેવાય.
નવી માહિતી મળે.
અંગત માર્ગદર્શન મળે.
ધ્યાન અને યોગ કરવું.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૭

મિથુન (ક, છ, ઘ) :-
બાકી નાણા પાછા આવે.
સાચા સાથીદાર મળે.
સાંજ પછી કોઈ સારા સમાચાર મળે.
ખોટો ભય રહ્યા કરે.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૫

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
કર્ક (ડ , હ) :-
ધનનો સંગ્રહ કરવો.
નિરાશામાંથી બહાર નીકળો.
સ્વપ્ન સાકાર થાય.
વેપારી વર્ગ માટે દિવસ ઉત્તમ છે.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૬

સિંહ (મ , ટ) :-
સાધન ચલાવતા ધ્યાન રાખવું.
માથાને લગતી સમસ્યા રહે.
મહેમાન આવે.
જીવનમાં નવો વળાંક આવે.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૩

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
કન્યા (પ , ઠ, ણ) :-
હાથમાં ધન ટકે નહિ.
બાળકોથી ફરિયાદ રહે.
નવા વળાંક આવે.
છૂપા આર્શીવાદ કામમાં આવે.
શુભ કલર – પોપટી
શુભ નંબર – ૯

તુલા (ર , ત) :-
નવા રહસ્યો બહાર આવે.
તમારો મિત્ર તમારી લાગણી સમજે.
નવા કપડાની ખરીદી થાય.
રોકાણથી ફાયદો થાય.
શુભ કલર – રાતો
શુભ નંબર – ૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
વૃશ્વિક (ન, ય) :-
ભૂતકાળનું વ્યક્તિ સંપર્કમાં આવે.
દિવસ યાદગાર બને.
તમારા વતનની યાદ આવે.
સ્વાસ્થ સંભાળવું.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૧

ધન (ભ, ધ, ફ, ઢ) :-
નવી તક ઉભી થાય.
ખર્ચ કરવાનું ટાળો.
ઘરમાં નાના – મોટા ફેરફાર થાય.
કોઈ જવાબદારી મળે.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૨

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
મકર (ખ, જ) :-
તમારી લાગણીને ઠેસ પહોચે.
બચાવેલું ધન કામમાં આવે.
કોઈની જોડે મતભેદ થાય.
કોઈની જોડે અણગમો થાય.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૪

કુંભ (ગ, શ, સ, ષ) :-
વિચાર્યા વગર વચન આપવું નહિ.
ખોટું સાહસ કરવું નહિ.
ખર્ચમાં વધારો થાય.
બાળકથી ફાયદો થાય.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૬

મીન (દ, ચ, ઝ, થ) :-
જીવનસાથી જોડે મતભેદ થાય.
કોઈને મદદરૂપ થઇ શકો.
ઉતાવળ સારી નથી.
કામમાં નાનું – મોટું નુકસાન જણાય.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૮
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને નોકરીમાં ઉચ્ચ પદ મળી શકે છે….જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઇને પરેશાની રહે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો:મે મહિનામાં બદલાશે આ 3 રાશિઓનું નસીબ…ત્રિગ્રહી યોગ કરાવશે બમ્પર લાભ!

