Ahmedabad News/ અમદાવાદમાં રિક્ષા ભાડામાં ઝીંકાયો તોતિંગ વધારો, મિનિમમ ભાડું રૂ. 30 અને કિલોમીટર દીઠ રૂ. 20 કરાયું

અમદાવાદમાં (Ahmedabad)સીએનજી ગેસના ભાવ વધારાને પગલે રિક્ષા એસોસિએશને જાતે જ ભાડામાં મોટો વધારો જાહેર કર્યો છે. મિનિમમ અને પ્રતિ કિલોમીટરના નવા દરો તેમજ AMTS-મેટ્રોના સસ્તા ભાડા વિશે વાંચો સંપૂર્ણ રિપોર્ટ.

Gujrat Top Stories Ahmedabad Gujarat
Ahmedabad

Ahmedabad Auto Rickshaw Fare Hike 2026: અમદાવાદ (Ahmedabad)સહિત સમગ્ર ગુજરાતના રિક્ષા મુસાફરો માટે ખિસ્સા હળવા કરનારા મોટા સમાચાર સામે આવ્યા છે. સીએનજી (CNG) ગેસના ભાવમાં સતત થઈ રહેલા વધારા અને સરકારના ઉદાસીન વલણથી કંટાળીને રિક્ષાચાલક એસોસિએશને જાતે જ રિક્ષા ભાડામાં તોતિંગ વધારો ઝીંકી દીધો છે. હવેથી પ્રથમ 1200 મીટર એટલે કે મિનિમમ ભાડા માટે પેસેન્જરોએ રૂ. 20 ના બદલે રૂ. 10 ના વધારા સાથે સીધા રૂ. 30 ચૂકવવા પડશે. આ સિવાય, મિનિમમ અંતર પત્યા પછી પ્રતિ કિલોમીટરના રૂ. 15 ના બદલે રૂ. 5 નો વધારો કરીને નવો દર રૂ. 20 નક્કી કરવામાં આવ્યો છે.

સરકાર અને રેટ રિવ્યૂ કમિટીની નિષ્ફળતા(Ahmedabad)

રિક્ષાચાલકોના ભાડાની સમીક્ષા કરવા માટે ટ્રાન્સપોર્ટ(Ahmedabad) કમિશનરના વડપણ હેઠળ ‘રેટ રિવ્યૂ કમિટી’ ની રચના કરાયેલી છે. આ કમિટીએ છેલ્લે વર્ષ 2022 માં બેઠક કરી હતી. નિયમ મુજબ દર વર્ષે બેઠક યોજાવી જોઈતી હતી, પરંતુ સીએનજીના ભાવ સતત વધવા છતાં સરકારે સત્તાવાર ભાડું વધાર્યું નથી. એસોસિએશનના પ્રતિનિધિ રાજ શિર્કે જણાવ્યું કે, “જૂના ભાડામાં ઘર ચલાવવું કે રિક્ષાનું મેઇન્ટેનન્સ કાઢવું અશક્ય બનતા, નાછૂટકે અમારે આ નિર્ણય લેવો પડ્યો છે.” બીજી તરફ, વાહન વ્યવહાર કમિશનર ડૉ. રાજેન્દ્રકુમારે જણાવ્યું કે તેઓ 10 દિવસની રજા પર હોવાથી આ મામલે કંઈ કહી શકશે નહીં.

રિક્ષાના અંતર મુજબ જૂના અને નવા ભાડાની યાદી

કિલોમીટર (કિમી) જૂનો દર (₹) નવો દર (₹)
1.2 થી ઓછું (Minimum) 20 30
1.2 થી 2 35 50
2 થી 3 50 70
3 થી 4 65 90
4 થી 5 80 110
5 થી 6 95 130

 

મુસાફરો માટે AMTS, BRTS અને મેટ્રોના સસ્તા વિકલ્પો

રિક્ષાના(Ahmedabad) આ મનસ્વી ભાડા વધારા વચ્ચે અમદાવાદના સામાન્ય મુસાફરો માટે સરકારી(Ahmedabad) પરિવહન સેવાઓ (AMTS, BRTS અને મેટ્રો) હજુ પણ ઘણી સસ્તી અને રાહતદાયક સાબિત થઈ રહી છે.

AMTS બસ સર્વિસ: માત્ર રૂ. 45 ની ટિકિટ લઈને મુસાફરો સવારે 6 થી રાત્રે 11 વાગ્યા સુધી આખો દિવસ ગમે ત્યાં મુસાફરી કરી શકે છે. આ સિવાય 12 વર્ષ સુધીના બાળકો માટે રૂ. 10 અને મહિલાઓ માટે રૂ. 20 નું આખો દિવસનું ભાડું નક્કી છે.

BRTS બસ સર્વિસ: 0 થી 3 કિમી સુધીનું મિનિમમ ભાડું માત્ર રૂ. 5 છે.

અમદાવાદ મેટ્રો ટ્રેન: મેટ્રોમાં 18 કિમી સુધીની લાંબી મુસાફરી માટે મહત્તમ ભાડું માત્ર રૂ. 25 લેવાય છે, જેનું ભાડું નીચે મુજબ છે:

મેટ્રો કિલોમીટર (કિમી) ભાડું (₹)
0 થી 2.5 5
2.5 થી 6.5 10
6.5 થી 10 15
10 થી 18 20
18 કિમીથી વધુ 25

આ પણ વાંચો : દાંતીવાડા ભીલાચલમાં ATVT ગ્રાન્ટના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

આ પણ વાંચો : દાહોદના ઘુમણી ગામમાં સરપંચ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ

આ પણ વાંચો : 24 કરોડના બ્રિજમાં ભ્રષ્ટાચાર? કેતન ઈનામદારે ઉઠાવ્યા સવાલ