Banaskantha News/ દાંતીવાડા ભીલાચલમાં ATVT ગ્રાન્ટના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

ગ્રામજનોનું કહેવું છે કે સરકાર દ્વારા વિકાસ માટે ફાળવાતી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ અને ભ્રષ્ટાચાર (Corruption)કરનારાઓ સામે કડક પગલાં લેવાં જોઈએ

Gujarat Others
ફરિયાદ કરનારાઓએ જણાવ્યું કે ભ્રષ્ટાચાર (Corruption)સામે બોલતા દબાણ કરવાની કોશિશ થઈ રહી છે.
Banaskantha News : બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના ભીલાચલ ગામમાં ATVT ગ્રાન્ટ હેઠળ ચાલી રહેલા વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર (Corruption)ના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ગામના સ્થાનિકોએ કામમાં હલકી ગુણવત્તાનું મટિરિયલ વપરાતું હોવાનો આરોપ લગાવી કોન્ટ્રાક્ટર સામે રોષ વ્યક્ત કર્યો છે.

ગ્રામજનોના કહેવા મુજબ વિકાસ કામોમાં નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું નથી અને કામ માત્ર કાગળ પર પૂર્ણ બતાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. રસ્તા અને અન્ય કામોમાં નીચી ગુણવત્તાના સામાનનો ઉપયોગ થતો હોવાના કારણે ટૂંકા સમયમાં જ કામ બગડવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ મામલે કેટલાક ગ્રામજનોએ અવાજ ઉઠાવતા તેમને ધમકીઓ આપવામાં આવી હોવાના ગંભીર આરોપો પણ સામે આવ્યા છે. ફરિયાદ કરનારાઓએ જણાવ્યું કે ભ્રષ્ટાચાર (Corruption)સામે બોલતા દબાણ કરવાની કોશિશ થઈ રહી છે.

મામલો ગંભીર બનતા ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી સમગ્ર કામની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. સાથે જ જવાબદાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે.

ગ્રામજનોનું કહેવું છે કે સરકાર દ્વારા વિકાસ માટે ફાળવાતી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ અને ભ્રષ્ટાચાર (Corruption)કરનારાઓ સામે કડક પગલાં લેવાં જોઈએ. હાલ સમગ્ર મામલો પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.


આ પણ વાંચો : દાહોદના ઘુમણી ગામમાં સરપંચ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ

આ પણ વાંચો : 24 કરોડના બ્રિજમાં ભ્રષ્ટાચાર? કેતન ઈનામદારે ઉઠાવ્યા સવાલ

આ પણ વાંચો : ICCએ ક્રિકેટ કેનેડાનું ફંડિંગ 6 મહિના માટે રોક્યું, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના આરોપોથી ખળભળાટ