ગાંધીનગરઃ વડોદરામાં સાવલી ખાતાના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારના (Ketan Inamdar) રાજીનામાને લઈને ગુજરાતના પક્ષપ્રમુખ સી આર પાટીલે આક્રમક વલણ દાખવતા કહ્યું છે કે પક્ષ નીતિનિયમ મુજબ ચાલતો રહ્યો છે. તે કોઈને મરજીથી ચાલતો નથી. પક્ષના નિર્ણયો એક માળખાની અંદર ખાસ્સા વિચારવિમર્શ અને પક્ષની કારોબારી દ્વારા પક્ષના કાર્યકરોની લાગણીનું ધ્યાન રાખીને લેવામાં આવે છે.
તેમણે જણાવ્યું હતું કે પક્ષ કોઈપણ પ્રકારના બ્લેકમેઇલિંગને વશ થતો નથી અને કોઈની વ્યક્તિગત શત્રુતાને અહીં કોઈ સ્થાન નથી. આજે વડાપ્રધાન મોદીએ આરંભેલા વિકાસ યજ્ઞથી કોંગ્રેસના લોકો પણ એટલા પ્રભાવિત થયા છે કે તેઓ દેશની વિકાસગાથામાં જોડાઈ રહ્યા છે. તેની પાછળનું કારણ એ છે કે કોંગ્રેસ પક્ષ રાજકારણ રમવા જાય છે, જ્યારે પીએમ મોદી ઇતિહાસ રચી રહ્યા છે. તમે આજે દેશ કી સ્થિતિએ ઊભો છે તે જુઓ અને દસ વર્ષ પહેલા દેશ કઈ સ્થિતિએ હતો તે જુઓ.
આ દરમિયાન સૂત્રો પાસેથી માહિતી મળી છે કે ગાંધીનગરમાં કેતન ઇનામદાર અને પાટીલ વચ્ચે બેઠક થઈ શકે છે. કદાચ આ બેઠકમાં નારાજગી દૂર થઈ પણ જાય, પાટીલ સાહેબ દરેક રીતે બળવાને અંકુશમાં લેવા જાણીતા છે. તેમની સામ,દામ,દંડ અને ભેદની આ જ કુનેહના લીધે પક્ષે તેમને પ્રમુખ બનાવ્યા છે.
આ પણ વાંચો:પુતિનનો 87.8 ટકા મત સાથે પ્રચંડ વિજય, સળંગ પાંચમી ટર્મ શાસન કરી સ્ટાલિનનો રેકોર્ડ કોડશે
આ પણ વાંચો:Attack on BSF/ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરતા બાંગ્લાદેશીઓએ BSF પર હુમલો કર્યો, એક દાણચોરનું મોત
આ પણ વાંચો:Lok Sabha Elections 2024/PM મોદીની તસવીરો હટાવી દેવી જોઈએ, કાર્યકર્તાએ ચૂંટણી પંચને કાનૂની
