Sports News: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ક્રિકેટ કેનેડા (ICC Cricket Canada)નું ફંડિંગ છ મહિના માટે સ્થગિત કરવાનો મોટો નિર્ણય લીધો છે.બોર્ડ સામે ઉભા થયેલા ગેરવહીવટ, શાસનના નિયમોના ભંગ અને ભ્રષ્ટાચારના આરોપોને પગલે ICCએ આ પગલું ભર્યું હોવાનું જાણવા મળે છે. નાણાકીય માહિતી મુજબ ક્રિકેટ કેનેડાની આવકનો મોટો હિસ્સો ICC ફંડિંગ પર આધારિત હતો.2024 દરમિયાન બોર્ડને મળેલી કુલ આવકમાંથી મોટાભાગનું ભંડોળ ICC તરફથી મળ્યું હતું. હવે ફંડિંગ અટકતા સંસ્થાને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
ICC Cricket Canada: સતત વિવાદોમાં ઘેરાયેલું બોર્ડ
તાજેતરના સમયમાં ક્રિકેટ કેનેડા (ICC Cricket Canada) અનેક વિવાદોને કારણે ચર્ચામાં રહ્યું છે.એક તપાસ અહેવાલમાં બોર્ડ સામે નાણાકીય અનિયમિતતાઓ, ગેરવહીવટ અને શાસન સંબંધિત ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.ક્રિકેટ કેનેડા (ICC Cricket Canada)ના પૂર્વ કોચ સાથે જોડાયેલી કથિત ઓડિયો ક્લિપ પણ ચર્ચામાં આવી હતી.તેમાં ટીમ પસંદગીમાં દખલગીરી અને કેટલાક ખેલાડીઓને તક આપવા માટે દબાણ કરાયું હોવાના આરોપો સામે આવ્યા હતા. સાથે મેચ ફિક્સિંગ સંબંધિત મુદ્દાઓએ પણ મામલો વધુ ગંભીર બનાવ્યો છે.

ICCની તપાસ ચાલુ
ICCનું ભ્રષ્ટાચાર વિરોધી એકમ (ACU) હાલમાં કેટલીક આંતરરાષ્ટ્રીય મેચોને લઈને પણ તપાસ કરી રહ્યું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.આ તપાસના પરિણામો આગામી સમયમાં ક્રિકેટ કેનેડાના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ બની શકે છે.
બોર્ડે સુધારાની જાહેરાત કરી
વિવાદો વચ્ચે ક્રિકેટ કેનેડાએ પોતાના ગવર્નન્સ સિસ્ટમમાં સુધારા લાવવાની જાહેરાત પણ કરી છે.બોર્ડે નવા ડિરેક્ટર બોર્ડની રચના સહિત કેટલીક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવાનો દાવો કર્યો છે.
આ પણ વાંચો:ICC ટુર્નામેન્ટમાં ભારત-ન્યૂઝીલેન્ડ આમનેસામને
આ પણ વાંચો:ICC T20 વર્લ્ડ કપ 2026ની સેમી ફાઇનલમાં ભારતની ઇંગ્લેન્ડ સામે આજે ટક્કર
આ પણ વાંચો:ICC મેન્સ ટી-20 વર્લ્ડ કપમાં સુપર-8માં ભારતની સૌપ્રથમ ટક્કર સાઉથ આફ્રિકા સામે 22મીએ
