Not Set/ વર્ષ 2020 નાં પહેલા દિવસે 3,86,000 બાળકોનો થયો જન્મ, ભારત રહ્યુ નંબર વન

વર્ષનાં પ્રથમ દિવસે લગભગ 3,86,000 બાળકોનો જન્મ થયો હતો. યુનિસેફનાં જણાવ્યા અનુસાર યુએનની એક સંસ્થા, પહેલી તારીખે વિશ્વભરમાં 3,86,000 બાળકોનો જન્મ થયો હતો. આમાં ભારત પ્રથમ ક્રમે છે જ્યાં 1 જાન્યુઆરીએ અંદાજીત 69,000 બાળકોનો જન્મ થયો હતો. આ કુલ આંકડાનાં 17.7 ટકા છે. નવાઇની વાત એ છે કે આ ક્રમમાં ચાઇના આપણા દેશ પછી આવે […]

Top Stories World

વર્ષનાં પ્રથમ દિવસે લગભગ 3,86,000 બાળકોનો જન્મ થયો હતો. યુનિસેફનાં જણાવ્યા અનુસાર યુએનની એક સંસ્થા, પહેલી તારીખે વિશ્વભરમાં 3,86,000 બાળકોનો જન્મ થયો હતો. આમાં ભારત પ્રથમ ક્રમે છે જ્યાં 1 જાન્યુઆરીએ અંદાજીત 69,000 બાળકોનો જન્મ થયો હતો. આ કુલ આંકડાનાં 17.7 ટકા છે. નવાઇની વાત એ છે કે આ ક્રમમાં ચાઇના આપણા દેશ પછી આવે છે, જ્યા અંદાજીત 44,760 બાળકોએ જન્મ લીધો હતો. વળી, એક ચતુર્થાંશ આંકડા હેઠળ આવતા બાળકોએ દક્ષિણ એશિયામાં જન્મ લીધો હતો.

આ મામલે ભારત પછી ચીન બીજા સ્થાને છે. ભારતમાં લગભગ 69,000 બાળકોનો જન્મ થયો હતો અને ચીનમાં 44,760 બાળકોનો જન્મ થયો હતો. નાઇજીરીયામાં 25,685 બાળકોનો જન્મ થયો હતો, જે ત્રીજા અને પાકિસ્તાન ચોથા ક્રમે છે, અહીં 15,112 બાળકોનો જન્મ થયો હતો. 13,256 બાળકોનો જન્મ ઇન્ડોનેશિયામાં, 11,086, યુનાઇટેડ સ્ટેટ્સમાં, 10,053 ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને બાંગ્લાદેશમાં નવા વર્ષનાં 8,428 બાળકોનો જન્મ થયો હતો.

યુનિસેફે ભારત વિશે કહ્યું છે કે, અહીં 69,000 બાળકો રોજ જન્મે છે. માતા અને બાળક બંને માટે જન્મનો પ્રથમ દિવસ જોખમી છે કારણ કે આ દિવસે અડધો મૃત્યુ દર નોંધાય છે જ્યારે 40% બાળકો જન્મ દિવસે જ મૃત્યુ પામે છે. ભારતમાં દર વર્ષે, આશરે 50 લાખ બાળકો ઘરે જન્મે છે. બાળકોનાં મૃત્યુને અટકાવવા માતાઓને આરોગ્યની સારી સુવિધાઓ પૂરી પાડવી જરૂરી છે. યુનિસેફે તે બાળકની પણ જાણકારી આપી છે જેનો નવા વર્ષ પર દુનિયામાં સૌથી પહેલા જન્મ થયો હતો. આ બાળક ફીજીનો છે જેનો જન્મ 12:10 વાગ્યે થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.