Surendranagar News/ સુરેન્દ્રનગરના લખતર હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં સાતના મોત, બે કાર ટકરાતા લાગેલી આગમાં મુસાફરો જીવતા ભુંજાયા

ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટ્યા

Top Stories Gujarat Others

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના ઝમર અને દેદાદરા વચ્ચે બે કાર વચ્ચે અકસ્માત બાદ આગ લાગતા બે બાળકો સહિત સાત લોકો જીવતા ભૂંજાયા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે આ ગોઝારી ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા.

આ અકસ્માતની ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાકીદે ઘટના સ્થળે દોડી જવા રવાના થઇ હતી. ઘટના સ્થળે દોડી આવેલા લોકો દ્વારા ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ વાનમાં તાકીદે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતની ઘટનાના પગલે લખતર પોલીસ પણ તાકીદે ઘટના સ્થળે દોડી જઈ બચાવ કામગીરી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર સાઈડ કાપવાની હોડમાં એમ્બ્યુલન્સે યુવકને 6 ફૂટ ઊડાવ્યો,બે બાઈક સવારને અડફેટે લીધા

આ પણ વાંચો:ભાવનગરમાં આખલોલ જકાતનાકા નજીક પિતા-પુત્ર પર જીવલેણ હુમલો, ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

આ પણ વાંચો:ભાવનગરમાં વૃધ્ધ પાટીદાર પર જીવલેણ હુમલાના વિરોધમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે જાહેરસભા યોજાઈ