Bhavnagar News/ ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર સાઈડ કાપવાની હોડમાં એમ્બ્યુલન્સે યુવકને 6 ફૂટ ઊડાવ્યો,બે બાઈક સવારને અડફેટે લીધા

બંને યુવકો પરપ્રાંતીય મજૂર હોવાનું જાણવા મળ્યું છે

Gujarat Others

Bhavnagar News : ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભડી ટોલનાકા નજીક ગખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં એક ખાનગી એમ્બ્યુલન્સે બે પરપ્રાંતીય યુવકોને અડફેટે લઈને ઉડાવ્યા હતાં. બીજીતરફ નજીકમાં રહેલી બે મહિલાઓનો આબાદ બચાવ થયો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.મળતી માહિતી અનુસાર, ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માત ગઈકાલે બન્યો હતો.

‘ચિરંજીવી’ નામની ખાનગી એમ્બ્યુલન્સ (નંબર GJ-04 AW-5128) તળાજા તાલુકાથી એક દર્દીને ભાવનગર મૂકીને પરત ફરી રહી હતી. ભડી ટોલનાકા પાસે પહોંચતા, એમ્બ્યુલન્સના ચાલકે અચાનક ડાબી સાઈડમાં જઈને ગફલતભરી રીતે સાઇડ કાપવા માટે વાહનનું સ્ટીયરિંગ ફેરવીને રોડની બાજુમાં ઊભેલા બે યુવકોને જોરદાર ટક્કર મારી ઉડાવ્યા હતા. આ બંને યુવકો પરપ્રાંતીય મજૂર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે નજીકમાં ઉભેલી બે મહિલાઓનો આબાદ બચાવ થયો છે.

અકસ્માત સમયે બંને યુવકોની નજીક બે મહિલાઓ પણ ઊભી હતી. સદભાગ્યે, એમ્બ્યુલન્સની અડફેટમાં આવતા તેઓ આબાદ બચી ગઈ હતી. જોકે, આ ઘટનામાં બંને મજૂરોને સામાન્ય ઇજાઓ થવા પામી છે. અકસ્માત એટલો જોરદાર હતો કે બંને યુવકો ફંગોળાઈને દૂર સુધી પટકાયા હતા.આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે આ મામલે તાત્કાલિક તપાસ શરૂ કરી છે. એમ્બ્યુલન્સ ચાલકની બેદરકારી સ્પષ્ટ દેખાતી હોવાથી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાટણના સમીમાં દારૂની ડિલેવરીનો વીડિયો વાયરલ, પોલીસનું નામ ખોટું આપ્યાનો ખુલાસો

આ પણ વાંચો:પાટણ યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારંભ યોજાયો

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટણ જિલ્લાને રૂ.110 કરોડના વિકાસ કામોના પ્રકલ્પોની ભેટ આપશે