Morbi News: મોરબી-હળવદ હાઈવે નજીક એક અત્યંત નિંદનીય ઘટના સામે આવી છે. ઊંચી માંડલ ગામ નજીક આવેલી હોટલ પાસે એક વ્યક્તિએ ગાય સાથે અશ્લીલ કૃત્ય (Cow Abuse Case) કરવાનો કથિત પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો. ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
સ્થાનિકોએ વીડિયો બનાવ્યો
પ્રાથમિક માહિતી મુજબ, ઘટના 14 જુલાઈના રોજ બપોરે બની હતી. આરોપી ગાય સાથે અશ્લીલ હરકત (Cow Abuse Case) કરી રહ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યાં હાજર કેટલાક સ્થાનિકોએ સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઇલમાં કેદ કર્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો.
ફરિયાદ બાદ પોલીસની કાર્યવાહી
હિંદુ સંગઠનના એક આગેવાન દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) તેમજ સંબંધિત પશુ ક્રૂરતા કાયદાની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીની ઓળખ કરીને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. કેસમાં ઉપલબ્ધ વીડિયો સહિતના પુરાવાની પણ તપાસ કરવામાં આવી રહી છે.
Cow Abuse Case: પશુઓ પ્રત્યે ક્રૂરતા ગંભીર ગુનો
પશુઓ સાથે કોઈપણ પ્રકારની ક્રૂરતા અથવા અશ્લીલ (Cow Abuse Case) કૃત્ય કરવાનો પ્રયાસ કાયદેસર ગુનો છે. આવા કિસ્સાઓમાં સંબંધિત કાયદા હેઠળ કડક કાર્યવાહી થઈ શકે છે. નિષ્ણાતોનું પણ માનવું છે કે આવી હરકતો ગંભીર માનસિક અને કાયદાકીય મુદ્દા સાથે જોડાયેલી હોય છે.
અગાઉ પણ આવા કિસ્સા સામે આવ્યા હતા
ગુજરાતમાં અગાઉ પણ પશુઓ સાથે અશ્લીલ હરકતો (Cow Abuse Case)ના કેટલાક કિસ્સાઓ સામે આવ્યા હતા, જેમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. હાલ મોરબીનો આ મામલો પણ તપાસ હેઠળ છે અને પોલીસ વધુ વિગતો એકત્રિત કરી રહી છે.
આ પણ વાંચો:ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ.. પંચાયતે કર્યો આરોપીને દંડ અને પછી દારૂ-ચિકનની પાર્ટી
