Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તંત્રમાં ચકચાર મચાવતી ઘટનામાં લીંબડી(Limbi) સબ જેલમાં ફરજ બજાવતા 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસવડા દ્વારા કરવામાં આવેલા સરપ્રાઈઝ ચેકિંગમાં આ પોલીસકર્મીઓ ગેરહાજર જોવા મળતાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓમાં ગાર્ડ નટવર લાલજીભાઈ(Natvar Laljibhai), હરપાલસિંહ સુખદેવસિંહ(Harpalsinh Sukhdevsinh), વિરેન્દ્રસિંહ દિલાવરસિંહ(Virendrasinh Dilavarsinh) અને વિરેન્દ્રસિંહ ઘનુભા(Virendrasinh Dhanubha)નો સમાવેશ થાય છે. આ તમામ પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની સામે વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી છે.
જિલ્લા પોલીસવડા ગીરીશ પંડ્યાએ આ મામલે ગંભીર નોંધ લેતાં કહ્યું કે, પોલીસકર્મીઓએ પોતાની ફરજ પ્રત્યે જવાબદારી નિભાવવી જોઈએ. જેલ જેવી સંવેદનશીલ જગ્યાએ આ પ્રકારની બેદરકારી બિલકુલ સ્વીકાર્ય નથી. આ ઘટનાએ પોલીસ તંત્રની છબીને ઠેસ પહોંચાડી છે. આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: લીંબડી સબ જેલમાંથી સરપ્રાઈઝ ચેકીંગ કરતા ઝડપાયા 2 મોબાઈલ
આ પણ વાંચો: સુરેન્દ્રનગર/ પોલીસની બેદરકારી આવી સામે, લીંબડી સબ જેલમાંથી ચાર કેદીઓ ફરાર
આ પણ વાંચો: લીંબડી સબ જેલની દીવાલ કૂદી હત્યાનો આરોપી ફરાર
