સુરેન્દ્રનગર/ લીંબડી સબ જેલમાંથી સરપ્રાઈઝ ચેકીંગ કરતા ઝડપાયા 2 મોબાઈલ

લીંબડી સબ જેલ અવાર નવાર વિવાદમાં આવે છે ત્યારે વળી આજે આ લીંબડી સબ જેલ વિવાદ માં આવી હતી ત્યારે વાત કરવામાં આવે તો એસ.ઓ.જી. દ્વારા આજે લીંબડી સબ જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું

Gujarat
9 2 2 લીંબડી સબ જેલમાંથી સરપ્રાઈઝ ચેકીંગ કરતા ઝડપાયા 2 મોબાઈલ

લીંબડી સબ જેલ અવાર નવાર વિવાદમાં આવે છે ત્યારે વળી આજે આ લીંબડી સબ જેલ વિવાદ માં આવી હતી ત્યારે વાત કરવામાં આવે તો એસ.ઓ.જી. દ્વારા આજે લીંબડી સબ જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ ચેકીંગ દરમિયાન  જેલમાંથી કેદી પાસેથી મોબાઇલ મળી આવ્યા હતા. આ મોબાઇલ ક્યાંથી આવ્યા તે  એક મોટો પ્રશ્ન  છે. શું લીંબડી જેલ તંત્ર લોલમ લોલ ચાલે છે ? આવા અનેકો સવાલ હાલ ઉઠી રહ્યા છે.

આ જેલમાં કેદીઓ ફરાર થાય છે, તેમજ અવાર નવાર આ જેલ મોબાઈલ જેવાં વિવાદોમાં આવે છે તો શું કોઈ વ્યક્તિ આમાં સામેલ હશે આવા અનેકો સવાલ હાલ આ જેલને લઈને ઉઠી રહ્યા છે ત્યારે આજે સુરેન્દ્રનગર એસ.ઓ.જી. દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવતા મોબાઈલ ફોન મળી આવ્યા હતા ત્યારે આ બાબતે લીંબડી જેલ તંત્ર નિષ્ક્રિય બન્યું હોય તેમ જણાય આવે છે.