Surendrnagar/ વઢવાણ GIDC વિસ્તારના ઉધોગકારો ને પ્રાથમિક સુવિધા ન મળતા ઉધોગકારો માં રોષ

સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં વિકાસ અર્થે શહેરી વિસ્તારમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે. પરંતુ આજે કરોડો રૂપિયાનો ટેક્સ ભરી રહી છે

Gujarat
8 1 24 વઢવાણ GIDC વિસ્તારના ઉધોગકારો ને પ્રાથમિક સુવિધા ન મળતા ઉધોગકારો માં રોષ

સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં વિકાસ અર્થે શહેરી વિસ્તારમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે. પરંતુ આજે કરોડો રૂપિયાનો ટેક્સ ભરી રહી છે તેવી વઢવાણ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા ઉદ્યોગોને પ્રાથમિક સુવિધા આપવામાં પાલિકા અસમર્થ છે.

સુરેન્દ્રનગર અને  વઢવાણ જીઆઇડીસીમાં 700 થી વધુ ઉદ્યોગ આવેલા છે.   ત્યારે આ ઉદ્યોગોમાં પીવાનું પાણી તેમજ રોડ રસ્તા પ્રાથમિક સુવિધા સ્ટ્રીટ લાઈટો જેવી સગવડતા પણ પાલિકા આપી રહી નથી.  ત્યારે આ મામલે સીઆર પાટીલ તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને વઢવાણ જીઆઇડીસીના ઉદ્યોગકારો રજૂઆત કરશે.

નોંધનીય છે કે 700 ઉધોગોને પીવા નું પાણી અને સ્ટ્રીટ લાઈટ રોડ-રસ્તા અને પ્રાથનીક સુવિધા GIDC વિસ્તારમાં પીલિકા સુવિધા આપવા માં નિષ્ફળ નીવડી છે.  ઉધોગકારો દ્વારા 17 રસ્તાઓ બંધ કરવા ની ચીમકી પણ આપવામાં  છે અને ઉધોગકારોએ પાલિકા સામે રોષ વ્યકત કર્યો છે.

જો સુવિધા નહિ મળે તો 23000 હજાર કર્મચારીઓ સાથે આંદોલન પર પાલિકા સામે ઉતરશે તેવી પણ ચીમકી આપાઇ છે પાલિકા માં ઉંચો વેરો ઉધોગકારો ચૂકવે છે. પરંતુ પાલિકા સુવિધા આપવા માં નિષ્ફળ નીવડતા ઉધોગકારોમાં રોષ વ્યાપ્યો છે અને આ અંગે પાલિકા સામે આંદોલન ઉપર ઉતરવાની ચીમકી પણ ઉદ્યોગકારોએ આપી છે.