Not Set/ સુરેન્દ્રનગર/ પોલીસની બેદરકારી આવી સામે, લીંબડી સબ જેલમાંથી ચાર કેદીઓ ફરાર

સુરેન્દ્રનગર લીંબડી સબ જેલમાંથી આજે વહેલી સવારે કાચા કામનાં ચાર કેદીઓ ફરાર થઇ ગયા છે. જે બાદ સ્થાનિક પોલીસે ચાર ફરાર કેદીઓની શોધખોળ હાથધરી સમગ્ર વિસ્તામાં નાકાબંધી કરી છે. આ મામલે મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર લીંબડી સબ જેલમાંથી આજે વહેલી સવારે ચાર કેદી ફરાર થી ગયા છે. જણાવીએ કે નેશનલ હાઇવે પર લીંબડી ગામ આવેલું […]

Gujarat Others

સુરેન્દ્રનગર લીંબડી સબ જેલમાંથી આજે વહેલી સવારે કાચા કામનાં ચાર કેદીઓ ફરાર થઇ ગયા છે. જે બાદ સ્થાનિક પોલીસે ચાર ફરાર કેદીઓની શોધખોળ હાથધરી સમગ્ર વિસ્તામાં નાકાબંધી કરી છે.

આ મામલે મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર લીંબડી સબ જેલમાંથી આજે વહેલી સવારે ચાર કેદી ફરાર થી ગયા છે. જણાવીએ કે નેશનલ હાઇવે પર લીંબડી ગામ આવેલું છે. જેના કારણે આ કેદીઓ ભાગીને અન્ય રાજ્યોમાં પણ ફરાર થવામાં સફળતા મળી છે. જો કે, હાલ તો પોલીસે તમામ રસ્તાઓ પર નાકાબંધી ગોઢવીને તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે આ સબજેલની દીવાલો પર લાગેલા તાર પણ ઉપરની બાજુથી થોડા કપાયેલા જોવા મળી રહ્યા છે. જો કે તપાસ અને સીસીટવીનાં ફૂટેજ જોયા બાદ જ જાણી શકાશે કે આ કેદીઓ કઇ રીતે ફરાર થયા છે.

આપને જણાવી દઈએ કે આ પહેલા પણ સુરેન્દ્રનગરની લીંબડી સબ-જેલમાંથી એક કેદીનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં વીડિયો લાઇવમાં જે રીતે જેલની અંદરનો માહોલ દેખાય છે, તે પરથી જણાતું હતું કે કેદીઓને ત્યાં ગેરકાયદે સુવિધાઓ પૂરી પડાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.