Junagadh News/ જૂનાગઢનો વોન્ટેડ ગુજસીટોકનો આરોપી નગા રાડા આખરે ઝડપાયો

આરોપીનો ગુજસીટોક (GUJCITOC) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. 

Top Stories Gujarat Others Breaking News

Junagadh News: જૂનાગઢ(Junagadh)ના કુખ્યાત નગા રાડાનું પોલીસ દ્વારા જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જૂનાગઢની પ્રજામાં રીઢા ગુનેગારનો ડર ઓછો કરવા માટે પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન (Reconstruction) કરવામાં આવ્યું હતું. આરોપીનો ગુજસીટોક (GUJCITOC) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

જૂનાગઢ પોલીસે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઈમ (GUJCITOC) એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં 4 મહિનાથી ફરાર એવા વોન્ટેડ આરોપીની ધરપકડ કરી છે. પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી કાર્યવાહીમાં 32 વર્ષીય નગા સરમણભાઈ રાડાને પાદરીયા ગામની સીમમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.

જૂનાગઢ પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 121(2), 132, 221, 351(3), 54 અને ગુજસીટોક એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપી વિરૂદ્ધ 20થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જેથી ધરપકડ કરવા કવાયત કરવામાં આવી હતી, તેમજ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે નગા રાડાની ધરપકડ બાદ વધુ તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જુનાગઢમાં સતાધાર જગ્યાને લઈને વિવાદમાં મોટો ખુલાસો

આ પણ વાંચો:વિસાવદરમાં પૂર્વ ધારાસભ્યો વચ્ચેના વિવાદથી રાજકારણ ગરમાયું

આ પણ વાંચો:માંગરોળ સિવિલ હોસ્પિટલમાં વિવાદ બાદ આરોગ્ય વિભાગે આપ્યા તપાસનાં આદેશ