Junagadh News/ જુનાગઢમાં સતાધાર જગ્યાને લઈને વિવાદમાં મોટો ખુલાસો

આપાગીગાના વંશજ મોટાભાઈ સવંત નો ખુલાસો

Top Stories Gujarat

Junagadh news : જુનાગઢમાં  સતાધાર જગ્યાને લઈને ચાલી રહેલા વિવાદમાં મોટો ખુલાસો થયો છે. જેમાં આપાગીગાના વંશજ મોટાભાઈ સવંતે ખુલાસો કર્યો છે. મહંત વિજય બાપુના મોટાભાઈ નિતીન ચાવડાએ પૈસાની માંગણી કરી હોવાનું જાણવા મળ્યું છે. આ જગ્યા બદનામ કરવા માટે ચાર જણા કાવતરા કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે.

જેમાં બાપુ પાસે પૈસા પડાવવા માટે નિતીન ચાવડા 2019થી પત્રો લખી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. નિતીને એસબીઆઈના ખાતા નંબરમાં જમા કરાવવા માંગણી કરી હતી. જેમાં રૂપિયા બે કરોડ રૂપિયાની માતબાર રકમની માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ પૈસા ન આપ્યા હોવાથી બાપુ અને જગ્યાને બદનામ કરી રહ્યા હોવાનું કહેવાય છે.

તેમણે હજી નિતીન ચાવડાને તક આપીએ છે એમ કહ્યું હતું. નહીતર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, એવું નિવેદન આપાગીગાના વંશજ મોટાભાઈ સવંતએ આપ્યું છે.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: પાટણમાં ક્રિપ્ટો કરન્સીના નામે સાઇબર ફ્રોડ, 33 લાખની ઠગાઈ કરનાર ઝડપાયો

આ પણ વાંચો: ફરી નકલીનું ભૂત ધુણ્યું : કચ્છમાં નકલી રોયલ્ટી કૌભાંડ ઝડપાયું, લાખોની ઠગાઈ

આ પણ વાંચો: ડિજિટલ અરેસ્ટ કરી અમદાવાદના વેપારી સાથે 1 કરોડની ઠગાઈ : રાજસ્થાની ગેંગ ઝડપાઈ