Gujarat News: ગુજરાતમાં દરરોજ હજારો લોકો પુલ પરથી પસાર થાય છે…પણ હવે આ આંકડો સાંભળો.છેલ્લા બે વર્ષમાં ગુજરાતના 161 પુલોને જોખમી જાહેર (Dangerous Bridges Gujarat) કરવામાં આવ્યા છે!…અને વાત માત્ર કાગળ પરના આંકડાની નથી…કારણ કે ગુજરાતમાં એવા પુલ પણ છે,જ્યાં ક્ષતિ દેખાયા બાદ આખો પુલ બંધ કરવો પડ્યો અને એક એવો પુલ પણ છે,જેનો એક ભાગ સીધો નદીમાં તૂટી પડ્યો હતો.તો સવાલ એ છે….ગુજરાતના પુલોની હકીકત આખરે શું છે?
Dangerous Bridges Gujarat: ગુજરાતના પુલો અંગે મોટો ખુલાસો
અમદાવાદનો Subhash Bridge (Subhash Bridge Ahmedabad) પાંચ દાયકાથી વધુ જૂનો આ મહત્વનો પુલ,ડિસેમ્બર ૨૦૨૫માં તેમાં તિરાડો અને માળખાકીય ખામીઓ સામે આવ્યા બાદ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો.શરૂઆતમાં સમારકામની વાત થઈ…પરંતુ વિગતવાર તપાસ બાદ નિષ્ણાતોએ આખા પુલને દૂર કરીને તેની જગ્યાએ નવો પુલ બનાવવાનો વિકલ્પ યોગ્ય ગણાવ્યો.ત્યારબાદ ૨૦૨૬માં પુલને તોડી પાડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી.અર્થાત્…એક સમયે જે પુલ પરથી હજારો વાહનો પસાર થતા હતા,એ જ પુલ આજે તોડી પાડવામાં આવી રહ્યો છે.
અને હવે વાત કરીએ એ પુલની,જેની ઘટના ગુજરાતમાં પુલોની સુરક્ષા અંગે સૌથી મોટો સવાલ ઊભો કરી ગઈ…Gambhira-Mujpur Bridge..9 જુલાઈ, 2025 ..પુલનો એક ભાગ અચાનક તૂટી પડ્યો.અને અનેક વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા.
આ દુર્ઘટનામાં 22 લોકોએ જીવ ગુમાવ્યા હતા. પ્રાથમિક તપાસમાંપુલના એક મહત્વપૂર્ણ ભાગમાં થયેલી તૂટફૂટને પુલ ધરાશાયી થવા સાથે જોડવામાં આવી હતી આ મામલે ચાર અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.
અને ગંભીરા પુલની (Gambhira Bridge) દુર્ઘટના બાદ…સરકારે માત્ર એક પુલની તપાસ પર રોકાઈ ન રહી. ગુજરાતમાં 1800 થી વધુ પુલોની તપાસ કરવામાં આવી…તેમાંથી 133 પુલો પર સાવચેતીના પગલાં લેવામાં આવ્યા. કેટલાક પુલો પર તમામ પ્રકારના વાહનોની અવરજવર બંધ કરવામાં આવી…તો કેટલાક પુલો પર ખાસ કરીને ભારે વાહનોની અવરજવર રોકવામાં આવી.એટલે ગંભીરાની ઘટના બાદ એક વાત સ્પષ્ટ થઈ…પુલોની સુરક્ષા માત્ર સમારકામનો મુદ્દો નથી.સમયસર તપાસ અને જરૂરી કાર્યવાહી પણ એટલી જ મહત્વની છે.
અને હવે પાછા આવીએ આજના સૌથી મોટા આંકડા પર ગુજરાત વિધાનસભામાં સરકારે આપેલી માહિતી પ્રમાણે, 2024-25 માં 82 પુલોને જોખમી જાહેર કરવામાં આવ્યા હતા.અને 2025-26 માં વધુ 79 પુલોને જોખમી જાહેર કરવામાં આવ્યા.એટલે બે વર્ષમાં કુલ…161 પુલ! આ 164 પુલોમાં…58 મોટા પુલ, 67 મધ્યમ પુલ, અને 36 નાના પુલોનો સમાવેશ થાય છે.
પરંતુ અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે.જોખમી જાહેર કરાયો એટલે દરેક પુલ તૂટી પડવાનો છે…એવું નથી.પુલની તપાસ દરમિયાન તેની માળખાકીય સ્થિતિમાં ગંભીર ખામી અથવા સુરક્ષાને લગતી સમસ્યા જણાય,તો તેના પર જરૂરી નિયંત્રણો અને સલામતીના પગલાં લેવામાં આવે છે.સરકારે જણાવ્યું છે કે જોખમી જાહેર કરાયેલા પુલો પર ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે.હેતુ છે….અકસ્માતનું જોખમ ઘટાડવું…અને પુલના માળખા પર વધારાનો ભાર ન પડે તે સુનિશ્ચિત કરવું.
હવે નજર કરીએ અમદાવાદ અને વડોદરા પર…અમદાવાદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ હેઠળ 199 પુલો છે.વડોદરા જિલ્લામાં….238 પુલો છે…એટલે બંને જિલ્લાઓમાં મળીને કુલ 437 પુલો.અને સરકારના જણાવ્યા પ્રમાણે, છેલ્લા બે વર્ષ દરમિયાન આ તમામ પુલોની સલામતી અને યોગ્યતાની તપાસ કરવામાં આવી છે.
પણ હવે સવાલ માત્ર એટલો નથી કે…“કેટલા પુલ જોખમી છે?”સવાલ એ છે.કેટલા પુલોનું સમારકામ થશે? કેટલા પુલો ફરીથી બનાવવામાં આવશે? અને આ કામગીરી ક્યારે પૂર્ણ થશે? કારણ કે સુભાષ બ્રિજ બતાવે છે કે માળખાકીય સમસ્યા ગંભીર બને તો આખો પુલ દૂર કરીને નવો બનાવવાનો નિર્ણય લેવાઈ શકે છે અને ગંભીરા પુલની દુર્ઘટના યાદ અપાવે છે કે પુલોની સમયસર તપાસ અને યોગ્ય કાર્યવાહી કેટલી મહત્વપૂર્ણ છે.
ગુજરાતના 161 જોખમી પુલો આ માત્ર એક આંકડો નથી.આ ગુજરાતના લાખો લોકોની સુરક્ષા સાથે જોડાયેલો સવાલ છે.
તમારા જિલ્લામાં કોઈ જૂનો કે ક્ષતિગ્રસ્ત પુલ છે?તો ટિપ્પણીમાં તમારા જિલ્લાના નામ સાથે અમને જણાવો.
આ પણ વાંચો: લીમખેડા હડફ બ્રિજનું રિપેરિંગ ફરી શરૂ, 30 સપ્ટેમ્બર સુધી વાહનવ્યવહાર બંધ
આ પણ વાંચો: સુરત બ્રિજ પર બિલ્ડરની હત્યા: સોપારી આપી હત્યા કરાવી હોવાની શંકા
