Entertainment News : બોલિવૂડના સિંઘમ અજય દેવગનની સુપરહિટ થ્રિલર ફ્રેન્ચાઇઝી ‘દૃશ્યમ’ અને ‘દૃશ્યમ 2’ ની ભવ્ય સફળતા બાદ હવે આ શ્રેણીની આખરી અને સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ ‘દૃશ્યમ: ધ કન્ક્લૂઝન’ (Drishyam 3) નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ટ્રેલર આઉટ થતાં જ સોશિયલ મીડિયા પર ચાહકો વચ્ચે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટ્રેલરમાં સસ્પેન્સ અને ડ્રામાનો ડબલ ડોઝ જોવા મળી રહ્યો છે, જેણે દર્શકોની ઉત્સુકતા બેગણી કરી દીધી છે.
Drishyam 3 : પરિવારના રક્ષણ માટે વિજય સાળગાંવકરનો નવો ચક્રવ્યૂહ
ફિલ્મમાં અજય દેવગન (Ajay Devgn)ફરી એકવાર પોતાના આઇકોનિક પાત્ર વિજય સાળગાંવકર (Vijay Salgaonkar) ના રોલમાં વાપસી કરી રહ્યો છે. પહેલી બે ફિલ્મોની જેમ આ વખતે પણ વાર્તા સાળગાંવકર પરિવાર અને તેમની પાછળ પડેલા જૂના ગુનાની આસપાસ ફરે છે. પોતાના પરિવારને ખાકી વર્ધીના સિકંજામાંથી ઉગારવા માટે વિજય આ વખતે કયો નવો માસ્ટરપ્લાન બનાવે છે તે જોવું રસપ્રદ રહેશે.
તબ્બુ સાથે જયદીપ અહલાવત અને પ્રકાશ રાજની દમદાર એન્ટ્રી
આ ત્રીજી સીક્વલમાં જૂના કલાકારોની સાથે કેટલાક નવા ચહેરાઓ પણ પોલીસ અને લો એન્ફોર્સમેન્ટની ભૂમિકામાં જોવા મળશે. તબ્બુ ફરી એકવાર પોતાના કડક મિજાજ સાથે વાપસી કરી રહી છે, જ્યારે પ્રકાશ રાજ પણ એકદમ પાવરફુલ રોલમાં નજરે પડે છે. આ સિવાય શ્રેષ્ઠ અભિનેતા જયદીપ અહલાવતની સરપ્રાઈઝ એન્ટ્રીએ ફિલ્મમાં સસ્પેન્સનો તડકો ઉમેર્યો છે. શ્રિયા સરન અને રજત કપૂર પણ પોતાની ભૂમિકામાં જોવા મળશે.
ક્યારે સિનેમાઘરોમાં ગૂંજશે દૃશ્યમનો ક્રેઝ?
અભિષેક પાઠકના નિર્દેશનમાં બનેલી આ સસ્પેન્સ થ્રિલર ફિલ્મ 2 ઓક્ટોબરના રોજ દેશભરના સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. દશેરા અને દિવાળીના તહેવારોની રજાઓનો આ ફિલ્મને બોક્સ ઓફિસ પર મોટો ફાયદો મળે તેવી પૂરતી શક્યતાઓ છે.
આ પણ વાંચો :શરત સક્સેનાની ગંભીર સર્જરી પહેલાં MRI, 4 તસવીરો જોઈ ફેન્સ ચિંતિત
આ પણ વાંચો :કિયારા-સિદ્ધાર્થથી પરિણીતિ-રાઘવ સુધી, AIએ બતાવ્યો 80ના દાયકાનો રેટ્રો લુક
આ પણ વાંચો :અજય દેવગનની ફિલ્મ ‘દશ્યમ: ધ કન્ક્લુઝન’નું દમદાર ટ્રેલર રિલીઝ; 2 ઓક્ટોબરે સિનેમાઘરોમાં આવશે
