Breking News/ LIVE: અમદાવાદની 3 સ્કૂલોને સહિત ગાંધીનગર કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી

અમદાવાદની ઝાયડસ, ડીપીએસ અને ઉદગમ સ્કૂલ તેમજ ગાંધીનગર કોર્ટને ઈમેલ દ્વારા Bombથી ઉડાવવાની ધમકી મળી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા શાળાઓ અને કોર્ટ પરિસર ખાલી કરાવી તપાસ હાથ ધરાઈ છે.

Top Stories Gandhinagar Ahmedabad Gujarat Breaking News
Bomb

Ahmedabad Gandhinagar Bomb Threat:  અમદાવાદમાં એકસાથે અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેલ મળતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે. વેજલપુરની ઝાયડસ સ્કૂલ, બોપલની DPS સ્કૂલ અને થલતેજની ઉદગમ સ્કૂલને ધમકીભર્યો ઈમેલ મળ્યો હોવાની માહિતી સામે આવી છે. ઈમેલની જાણ થતાં જ પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.

ઝાયડસ સ્કૂલમાં તાત્કાલિક રજા

ઝાયડસ સ્કૂલમાં ધમકીની માહિતી મળ્યા બાદ વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપી દેવામાં આવી હતી. વાલીઓને મેસેજ કરીને બાળકોને સ્કૂલમાંથી લઈ જવા માટે જણાવાયું હતું. માહિતી મળતાં જ વાલીઓ શાળાએ પહોંચ્યા હતા અને બાળકોને પોતાની સાથે ઘરે લઈ ગયા હતા. સમગ્ર શાળા પરિસરને ખાલી કરાવવામાં આવ્યું છે.

Bomb સ્ક્વોડ અને ફાયર વિભાગની તપાસ

ધમકીની(Bomb) ગંભીરતાને ધ્યાનમાં રાખીને વેજલપુર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બોમ્બ સ્ક્વોડ દ્વારા સ્કૂલ પરિસરમાં તપાસ શરૂ કરવામાં આવી છે. ફાયર વિભાગની બે ગાડીઓ પણ સ્થળ પર પહોંચી છે. આ ઉપરાંત 108ની ટીમને પણ તૈનાત કરવામાં આવી હોવાની માહિતી છે. અમદાવાદ ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમને પણ બોમ્બ થ્રેટ અંગેનો મેસેજ મળ્યો હતો, જેના પગલે પ્રહલાદનગર ફાયર સ્ટેશનની ટીમો પણ સ્થળ પર પહોંચી હતી.

BOMB

DEOએ તમામ સ્કૂલોને સતર્ક રહેવા સૂચના આપી

અમદાવાદના DEO રોહિત ચૌધરીએ તમામ સ્કૂલોને પોતાના ઈમેલ ચેક કરવા સૂચના આપી છે. જે શાળાને ધમકીભર્યો ઈમેલ મળ્યો હોય તેણે તાત્કાલિક પોલીસને જાણ કરવાની રહેશે. સાથે જ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા અને પોલીસની તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા માટે પણ સ્કૂલોને જણાવાયું છે. ઝાયડસ સ્કૂલની બહાર બાળકોને લેવા પહોંચેલા વાલીઓમાં ચિંતા જોવા મળી હતી. વાલી પિયુષ શાહના જણાવ્યા પ્રમાણે, શાળા તરફથી સવારે 11 વાગ્યે બાળકોને લઈ જવા માટે મેસેજ કરવામાં આવ્યો હતો. જોકે ઘટનાની સંપૂર્ણ જાણકારી બાદમાં મળી હતી. બોમ્બની(Bomb) ધમકી જેવી ઘટના અગાઉ પણ બની હોવાના કારણે વાલીઓમાં સ્વાભાવિક રીતે ભયનો માહોલ જોવા મળ્યો હતો.

બોમ્બની ધમકીના તાજા અપડેટ્સ….

ગાંધીનગર કોર્ટને પણ ધમકી

અમદાવાદની સ્કૂલો ઉપરાંત ગાંધીનગરની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને પણ બોમ્બથી(Bomb) ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. ધમકીની જાણ થતાં જ કોર્ટ પરિસરમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી. ન્યાયાધીશો, વકીલો, અસીલો અને કર્મચારીઓને સાવચેતીના ભાગરૂપે કોર્ટની બહાર ખસેડવામાં આવ્યા હતા.

                                        એ બી વાળંદ, ACP

સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી

અમદાવાદની સ્કૂલો અને ગાંધીનગર કોર્ટને મળેલી ધમકીઓ(Bomb) બાદ પોલીસ તથા બોમ્બ ડિસ્પોઝલ ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ધમકીભર્યા ઈમેલ પાછળ કોણ છે અને તેનો હેતુ શું છે તે જાણવા માટે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ સુરક્ષા એજન્સીઓ કોઈપણ સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને તમામ સ્થળોએ ચેકિંગ કરી રહી છે.

13:48

બીજી કે ત્રીજી વખત આ રીતે ધમકી મળી છે

ઉદગમ સ્કૂલના એડમિન હેડ ધીમંતભાઈ ચોકસીએ જણાવ્યું કે, સ્કૂલને આ પ્રકારની ધમકી અગાઉ પણ બે-ત્રણ વખત મળી ચૂકી છે. ધમકી બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા સ્કૂલ પરિસરમાં તપાસ કરવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે સવારની પાળીના વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે, જ્યારે બપોરની પાળીનું શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવ્યું છે.

13:30

ઝાયડસ સ્કૂલમાંથી વાંધાજનક વસ્તુ મળી નથી

ઝાયડસ સ્કૂલમાં બોમ્બ સ્ક્વોડની ટીમે તપાસ પૂર્ણ કરી છે. તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી ન આવતા ટીમ શાળાના પરિસરમાંથી રવાના થઈ ગઈ છે.

13:05

ધમકીભર્યો મેઈલ દેશ બહારથી આવ્યો: ગાંધીનગર SP

ગાંધીનગર વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મામલે SP રવિ તેજાએ જણાવ્યું હતું કે, સવારે આશરે 8 વાગ્યે ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો. ત્યારબાદ પોલીસની ટીમે વિધાનસભા પરિસરમાં તપાસ હાથ ધરી હતી અને સવારે 9 વાગ્યા પહેલાં જ ચેકિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી અને વિધાનસભાનું સત્ર પણ નિયત સમય મુજબ શરૂ થયું હતું. આ ઉપરાંત ગાંધીનગર કોર્ટને પણ ધમકી મળતા પોલીસે ફરિયાદ નોંધી છે. પ્રાથમિક તપાસમાં વિધાનસભાને મોકલવામાં આવેલો ધમકીભર્યો ઈ-મેલ દેશની બહારથી આવ્યો હોવાનું સામે આવ્યું છે. SPના જણાવ્યા અનુસાર, આશરે છ મહિના અગાઉ મળેલી ધમકી જેવી જ પેટર્ન ફરી જોવા મળી છે અને આવી પ્રકારની ધમકીઓમાં ઘણી વખત વિદેશી સ્ત્રોત સામે આવતા હોય છે.

13:00

ઝાયડસ સ્કૂલમાં ડોગ સ્ક્વોડ ટીમની તપાસ

ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ ડોગ સ્ક્વોડની ટીમ પણ ઝાયડસ સ્કૂલ ખાતે પહોંચી છે. ટીમ દ્વારા શાળાના સમગ્ર કેમ્પસમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

12:41

ACP ઝાયડસ સ્કૂલ પર તપાસ માટે પહોંચ્યા

ઝાયડસ સ્કૂલને ધમકીભર્યો ઈમેલ(BOMB) મળ્યા બાદ ACP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. બોમ્બ સ્ક્વોડની ટીમ પણ શાળામાં પહોંચી ગઈ છે અને સમગ્ર પરિસરની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

12:40

વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. ધમકી બાદ બોમ્બ સ્ક્વોડની ટીમે વિધાનસભા પરિસરમાં સઘન તપાસ હાથ ધરી હતી, જોકે તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી આવી નથી. ઘટનાને પગલે વિધાનસભાની સુરક્ષા વધુ કડક કરવામાં આવી હતી. જોકે આ સમગ્ર મામલા વચ્ચે વિધાનસભાની કાર્યવાહી નિર્ધારિત સમય મુજબ રાબેતા પ્રમાણે શરૂ થઈ હતી. ગૃહમાં અધ્યક્ષ ઉપરાંત મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓ અને ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા.

                                               સલીમ ભાઈ વાલી

12:35

મેઇલમાં ખાલિસ્તાનનો ઉલ્લેખ, તપાસ કરાશે

અમદાવાદના વેજલપુરની ઝાયડસ સ્કૂલને સવારે 9:44 વાગ્યે ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. હાલ બોમ્બ સ્ક્વોડ દ્વારા શાળાના પરિસરમાં તપાસ કરવામાં આવી રહી છે. એમ ડિવિઝન ACP એ.બી. વાળંદના જણાવ્યા પ્રમાણે, સ્કૂલને મળેલા ધમકીભર્યા ઈમેલમાં ખાલિસ્તાનનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. જેના પગલે પોલીસ હવે ઈમેલમાં રહેલી વિગતો અને તેના આધારે ધમકી પાછળના સ્ત્રોત સુધી પહોંચવા માટે તપાસ હાથ ધરશે.


આ પણ વાંચો: કોર્ટને બોમ્બ ધમકી, ચેન્નઈથી 2 આરોપીઓ ઝડપાયા

આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટ અને નીચલી કોર્ટોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા જ પોલીસ દોડતી થઈ

આ પણ વાંચો: વડોદરા-સુરત મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ અને બોમ્બ સ્કવોડ એલર્ટ