Amreli News: અમરેલીમાં લાંચ વિરોધી બ્યુરો (ACB) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GERI), વડોદરાના બે અધિકારીઓ લાંચ (GERI Officers Bribe) લેતા રંગેહાથ ઝડપાયા છે. મટીરિયલ ટેસ્ટિંગ લેબના પોઝિટિવ રિપોર્ટ માટે બંને અધિકારીઓએ રૂ. 21 હજારની લાંચ માગી હોવાનો આક્ષેપ છે. ફરિયાદ મળ્યા બાદ ACBએ છટકું ગોઠવી બંનેને ઝડપી લીધા હતા.
GERIના બે અધિકારી ACBના છટકામાં ઝડપાયા
ACBની કાર્યવાહીમાં ઝડપાયેલા આરોપીઓમાં આણંદ નરેન્દ્ર ખરેડીયા અને જીગર કલસીંગ ભુટીયાનો સમાવેશ થાય છે. આણંદ નરેન્દ્ર ખરેડીયા સંશોધન અધિકારી (કાર્યપાલક ઇજનેર), વર્ગ-1, GERI વડોદરા તરીકે ફરજ બજાવે છે. જ્યારે જીગર કલસીંગ ભુટીયા સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ, વર્ગ-3, GERI વડોદરામાં ફરજ બજાવે છે.
GERI Officers Bribe: મટીરિયલ ટેસ્ટિંગ લેબના પોઝિટિવ રિપોર્ટ માટે લાંચની માગ
ફરિયાદી દ્વારા અમરેલી શહેરમાં મટીરિયલ ટેસ્ટિંગ લેબ ચલાવવામાં આવે છે. આ લેબની સરપ્રાઈઝ વિઝીટ દરમિયાન GERIના બંને અધિકારીઓએ લેબની તપાસ કરી હતી. આ તપાસ બાદ લેબનો પોઝિટિવ રિપોર્ટ આપવા માટે બંને અધિકારીઓએ ફરિયાદી પાસેથી રૂ. 21 હજારની લાંચ (GERI Officers Bribe) માગી હોવાનો આક્ષેપ છે. ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી સમગ્ર મામલે અમરેલી ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદ મળ્યા બાદ ACBની ટીમે આરોપીઓને લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવા માટે છટકું ગોઠવ્યું હતું.
સરકારી સર્કિટ હાઉસમાં ગોઠવાયું છટકું
ACB દ્વારા અમરેલીના ચીતલ રોડ પર આવેલા સરકારી સર્કિટ હાઉસના રૂમ નંબર-11માં લાંચ (GERI Officers Bribe)નું છટકું ગોઠવવામાં આવ્યું હતું. ACBના આયોજન મુજબ ફરિયાદી લાંચની રકમ લઈને આરોપીઓ પાસે પહોંચ્યા હતા. આ દરમિયાન બંને આરોપીઓએ ફરિયાદી પાસેથી કુલ રૂ. 21 હજારની લાંચ (GERI Officers Bribe)ની રકમ સ્વીકારી હતી. લાંચની રકમ સ્વીકારતાની સાથે જ ACBની ટીમે બંને અધિકારીઓને ઝડપી લીધા હતા.
એક અધિકારીને ₹15 હજાર અને બીજાને ₹6 હજાર મળવાના હતા
તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, કુલ રૂ. 21 હજારની લાંચની રકમમાંથી એક આરોપીને રૂ. 15 હજાર અને બીજા આરોપીને રૂ. 6 હજાર આપવાના હતા. ACBની ટીમે લાંચ (GERI Officers Bribe)ની સંપૂર્ણ રૂ. 21 હજારની રકમ રિકવર કરી લીધી છે. બંને અધિકારીઓએ પોતાના સરકારી હોદ્દાનો દુરુપયોગ કરીને લાંચની માગણી કરી હોવાના આક્ષેપસર ACB દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમરેલી અને ભાવનગર ACB સ્ટાફની કામગીરી
સમગ્ર લાંચ (GERI Officers Bribe) વિરોધી ટ્રેપની કાર્યવાહી અમરેલી ACB પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ ટી.એસ. રીઝવીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન અમરેલી અને ભાવનગર ACBના સ્ટાફે સંયુક્ત રીતે કામગીરી કરી હતી. બંને આરોપીઓ સામે હવે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:13 શિક્ષકોને ક્લીનચીટ અપાવવા ₹10 લાખની લાંચની ઓફર? નોબેલ આયુર્વેદિક કોલેજના બે સામે CBI FIR
આ પણ વાંચો:ડીસા રેલવે સ્ટેશન પર ACBનો સપાટો: ₹500ની લાંચ લેતા ચીફ બુકિંગ ક્લાર્ક ઝડપાયા
