ગુજરાત/ જુનાગઢમાં વીજ સબસ્ટેશનમાં ભડાકા : જાનહાની ટળતા રાહત

સ્થાનિકોની સાવચેતીથી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે અને તે પહેલા સાવચેતીના પગલા લેવામાં આવ્યા હતા

Gujarat Others
જુનાગઢ

જૂનાગઢમાં તળાવ દરવાજા પાસે વીજ સબસ્ટેશનમાં ભડાકા થયા હતા. અચાનક વીજ સબસ્ટેશનમાં કડાકા ભડાકા અને આગના તણખાં ઝરતા સ્થાનિકો ડરી ગયા હતા. આ બનાવ બન્યો છે ત્યાં નીચે અનેક વાહનો પડ્યા હતા પરંતુ સદનશીબે કોઈ જાનહાની કે માલહાની થઇ નથી. જોકે સ્થાનિકોમાં પીજીવીસીએલની આવી બેદરકારીને લઈને ભારે રોષ જોવા મળ્યો હતો.

જુનાગઢ

મળતી વિગત અનુસાર તળાવ દરવાજા પાસે વીજ સબસ્ટેશનમાં અચાનક જ આગ લાગવાની ઘટના ઘટી હતી. જોકે સ્થાનિકોની સાવચેતીથી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે અને તે પહેલા સાવચેતીના પગલા લેવામાં આવ્યા હતા, તેમજ થાંભલા નીચે પડેલા વાહનો વટાવી લેવામાં આવ્યા હતા આથી મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે. એક તરફ ચોમાસું ચાલી રહ્યું છે અને ભેજ તેમજ વરસાદી પાણી હોય ત્યારે પીજીવીસીએલ આવી બેદરકારી કેમ રાખી શકે તેવો રોષ ભભૂક્યો હતો.

આ પણ વાંચો : NDAના ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે આ નેતા પર લાગી શકે છે મોહર!જાણો