National Fisheris Day/ ગુજરાત દેશમાં દરિયાઈ માછલીના ઉત્પાદનમાં છે બીજા ક્રમે, આજે છે રાષ્ટ્રીય મત્સ્યદિવસ

બુધવાર 10મી જુલાઈ રાષ્ટ્રીય મત્સ્યદિવસ છે. ગુજરાત દરિયાઈ માછલીના ઉત્પાદનમાં દેશમાં બીજા સ્થાને છે. અન્ય તમામ પ્રકારના સ્ત્રોતોમાંથી થતાં કુલ મત્સ્ય ઉત્પાદનમાં દેશમાં પાંચમાં ક્રમે છે.

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News: બુધવાર 10મી જુલાઈ રાષ્ટ્રીય મત્સ્યદિવસ છે. ગુજરાત દરિયાઈ માછલીના ઉત્પાદનમાં દેશમાં બીજા સ્થાને છે. અન્ય તમામ પ્રકારના સ્ત્રોતોમાંથી થતાં કુલ મત્સ્ય ઉત્પાદનમાં દેશમાં પાંચમાં ક્રમે છે. છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં કુલ મત્સ્ય ઉત્પાદનનો આંકડાની વાર્ષિક સરેરાશ લગભગ 8.38 લાખ મેટ્રિક ટન રહી છે. સીએમની હાજરીમાં આણંદ અને ઉકાઈમાં મત્સ્યદિનની ઉજવણી કરવામાં આવી હતી.

આ પહેલા ગુજરાત સરકારે 2023માં મંગળવારે ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઈન્ડિયા 2023ના ઉદ્ઘાટનમાં ‘ઘોલ’ પ્રજાતિને ગુજરાતની રાજ્ય માછલી તરીકે જાહેર કરી હતી. ઘોલ અથવા બ્લેકસ્પોટેડ ક્રોકર (પ્રોટોનીબીઆ ડાયકાન્થસ) એ તેના સ્વિમ બ્લેડરની ઊંચી કિંમતને કારણે મૂલ્યવાન ગણાય છે, આ માછલીના સ્વિમ બ્લેડર કોલેજનથી ભરપુર છે અને તેનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનોના નિર્માણમાં થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્લૂ ઇકોનોમી વિકસિત કરવા પર ભાર મૂકી રહ્યા છે. તેઓએ તાજેતરમાં જ કહ્યું હતું કે, ‘આપણે એક એવા ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ, જ્યાં ગ્રીન પ્લેનેટના નિર્માણ માટે બ્લૂ ઇકોનોમી એક માધ્યમ બનશે.’ ગુજરાતમાં દેશનો સૌથી લાંબો 1600 કિમીનો દરિયાકિનારો છે, જે દેશમાં બ્લૂ ઇકોનોમીના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.

રાજ્યમાં મત્સ્ય ઉત્પાદનમાં વધારો કરવા અને માછીમારોને આર્થિક રીતે વધુ સમૃદ્ધ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે પણ વિવિધ પ્રોત્સાહક પગલાંઓ અને નીતિઓ અમલમાં મૂક્યા છે. તેના પરિણામ સ્વરૂપે ગુજરાત આજે દરિયાઈ માછલીના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં બીજા સ્થાન પર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જયેશ રાદડિયાએ દિનેશ કુંભાણીનું ફર્ટિલાઇઝર બંધ કરાવ્યું

આ પણ વાંચો: અમદાવાદ, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો: રાજ્યમાં 24 કલાકમાં 138 તાલુકામાં વરસાદ, રાજકોટના લોધિકામાં સવા પાંચ ઇંચ વરસાદ

આ પણ વાંચો: જામનગરમાં વિવિધ તાલુકામાં વરસાદ સાથે વીજળી પડતા ત્રણનાં મોત