Movie Masala/ અનુપમ ખેરે શરુ કર્યું તેની 520 મી ફિલ્મનું શૂટિંગ, ઉચાઈ માટે ફરી મળાવ્યો રાજશ્રી ફિલ્મ્સ સાથે હાથ

અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર સૂરજ બરજાત્યાની તસવીર શેર કરતા અભિનેતાએ લખ્યું- ‘મિત્રો!…

Entertainment
અનુપમ ખેરે

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર તેના જુદા જુદા પાત્રો અને વિવિધ પ્રકારની ફિલ્મો માટે જાણીતા છે. અનુપમ ખેર નેગેટીવ રોલ માટે પણ જાણીતો છે. એક સરળ વ્યક્તિના પાત્રમાં અને કોમેડીમાં પણ તે  બંધબેસે છે, તેણે હંમેશા પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે. અનુપમ ખેરે અત્યાર સુધીમાં લગભગ 519 ફિલ્મોમાં કામ કર્યું છે. આ સાથે જ તેણે પોતાની 520 મી ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. ખુદ અનુપમ ખેરે સોશિયલ મીડિયા દ્વારા આ વિશે જણાવ્યું છે.

આ પણ વાંચો : ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાનના પુત્રની મુશ્કેલી વધી, 7 ઓક્ટોબર સુધી રહેશે કસ્ટડીમાં

તાજેતરમાં અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર સૂરજ બરજાત્યાની તસવીર શેર કરતા અભિનેતાએ લખ્યું- ‘મિત્રો! મારી 520 મી ફિલ્મ ‘ઉચાઈ’ની સફર શરૂ થઈ ગઈ છે. સિનેમા જીનિયસ સૂરજ બરજાત્યા અને રાજશ્રી ફિલ્મ્સ સાથે કામ કરવું આશીર્વાદરૂપ છે. મારે ખરેખર આ ફોટો માટે સૂરજને ભીખ માંગવી પડી હતી કારણ કે તે કેમેરા સામે શરમાઈ છે. અમારા માટે વધુ ઉચાઈ માટે પ્રાર્થના કરો.

આપને જણાવી દઈએ કે,  તસવીરમાં સૂરજ બરજાત્યા શોટની કલેપ લઈને ઉભા છે. પોસ્ટમાં, અનુપમ ખેરે પરિણીતી ચોપરા, બોમન ઈરાની, અમિતાભ બચ્ચન, નીના ગુપ્તા અને સારિકાને પણ ટેગ કર્યા છે. આ સાથે, ફિલ્મ નિર્માતા સંપૂર્ણ 6 વર્ષ પછી ફિલ્મ જગતમાં પરત ફરવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો : શાહરુખની 378 કરોડ રૂપિયાની બ્રાન્ડ વેલ્યુ જોખમમાં, ટ્રોલર્સનો સવાલ – કિંગ ખાન ચાહકોના બાળકોને શું શીખવશે?

આ પોસ્ટ દ્વારા, અનુપમ ખેરે ફિલ્મની બાકીની સ્ટાર કાસ્ટ પણ જાહેર કરી છે. અનુપમ ખેરે આ પોસ્ટમાં પરિણીતી ચોપરા, બોમન ઈરાની, અમિતાભ બચ્ચન, નીના ગુપ્તા અને સારિકાને ટેગ કર્યા છે. ફિલ્મની સ્ટારકાસ્ટને જોતા કહી શકાય કે આ ફિલ્મ શાનદાર બનવાની છે. જણાવી દઈએ કે આ પહેલા પણ અનુપમ ખેર રાજશ્રી ફિલ્મ્સ સાથે ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. જેમાં ‘હમ આપકે હૈ કૌન’, ‘પ્રેમ રતન ધન પાયો’ ના નામ સામેલ છે. જણાવીએ કે આ ફિલ્મ ચાર મિત્રોની વાર્તા પર આધારિત છે. સૂરજે બોલિવૂડને ઘણી હિટ ફેમિલી ફિલ્મો આપી છે.

આ પણ વાંચો :પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તર સામે નોધાઇ FIR

આ પણ વાંચો : આર્યને દરોડા બાદ આંખોના લેન્સ કવરમાં તો છોકરીઓએ સેનેટરી પેડમાં આ રીતે છુપાવ્યું હતુ ડ્રગ

આ પણ વાંચો : આર્યન ખાન કોડવર્ડમાં ચેટ કરતો હતો, ફોનમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલિંગના પણ પુરાવા મળ્યા