મુંબઈ પોલીસે બોલીવુડના પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તર સામે RSS વિરુદ્ધ કથિત ટિપ્પણી કરવા બદલ કેસ નોંધ્યો છે. આ કેસ સ્થાનિક વકીલ સંતોષ દુબે ની ફરિયાદ પર નોંધવામાં આવ્યો છે. જાવેદ અખ્તરે RSSની તુલના તાલિબાન સાથે કરી હતી.
બોલીવુડના ગીતકાર જાવેદ અખ્તર જાહેર મંચ પર અથવા સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે. આ સિવાય તે પોતાની રેટરિક માટે પણ હેડલાઇન્સમાં રહે છે. આ વખતે તેમનું નિવેદન તેમના માટે મુસીબત બની ગયું છે. RSSની તાલિબાન સાથે તુલના કરવા બદલ મુંબઈ પોલીસે તેમની સામે કેસ નોંધ્યો છે.
ANI ને આપેલા નિવેદનમાં, એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “સ્થાનિક એડવોકેટ સંતોષ દુબે ની ફરિયાદના આધારે મુલુંડ પોલીસ સ્ટેશનમાં જાવેદ અખ્તર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. અધિકારીના જણાવ્યા અનુસાર, “ભારતીય દંડ સંહિતાની કલમ 500 (બદનક્ષી માટે સજા) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.”
હવામાન / આગામી 4 દિવસ સુધી આ રાજ્યોમાં પડી શકે છે ભારે વરસાદ
શાહીન ચક્રવાત / વાવાઝોડાના કારણે ઓમાન અને ઈરાનમાં ભારે તબાહી, 11 લોકોના મોત
ક્રુઝ ડ્રગ્સ પાર્ટી / આર્યને દરોડા બાદ આંખોના લેન્સ કવરમાં તો છોકરીઓએ સેનેટરી પેડમાં આ રીતે છુપાવ્યું હતુ ડ્રગ
આર્યન ખાન ડ્રગ્સ કેસ / શાહરુખની 378 કરોડ રૂપિયાની બ્રાન્ડ વેલ્યુ જોખમમાં, ટ્રોલર્સનો સવાલ – કિંગ ખાન ચાહકોના બાળકોને શું શીખવશે?
ડેન્ગ્યુથી બ્લેક ફંગસ…! / ડેન્ગ્યૂ પીડિત યુવક બ્લેક ફંગસનો ભોગ બન્યો
enforcement directorate / મની લોન્ડરિંગમાં ED ની મોટી કાર્યવાહી, UNITECH ના સ્થાપક સહિત ત્રણની ધરપકડ
