Not Set/ ડેન્ગ્યૂ પીડિત યુવક બ્લેક ફંગસનો ભોગ બન્યો

મધ્યપ્રદેશના જબલપુરમાં ડેન્ગ્યૂ પીડિત યુવક બ્લેક ફંગસનો ભોગ બન્યો છે. આ રાજ્યમાં આ પ્રકારનો આ પ્રથમ કેસ છે. પીડિતની બંને આંખો પ્રભાવિત થઈ છે.

Top Stories India

કોરોના હજુ તો ગયો નથી ત્યાં હવે ડેન્ગ્યુથી પણ બ્લેક ફંગસનો ખતરો મંડરાઈ રહ્યો છે. મધ્યપ્રદેશના જબલપુરમાં ડેન્ગ્યુથી બ્લેકફંગસ થવાનો કેસ પ્રકાશમાં આવ્યો.

  • ડેન્ગ્યૂથી બ્લેક ફંગસ થવાનો કિસ્સો
  • જબલપુર નિવાસી 40 વર્ષના દર્દીને થયો હતો ડેન્ગ્યુ
  • દર્દીનું બ્લેક ફંગસનાં ઓપરેશનની પ્રક્રિયા

મધ્યપ્રદેશના જબલપુરમાં ડેન્ગ્યૂ પીડિત યુવક બ્લેક ફંગસનો ભોગ બન્યો છે. આ રાજ્યમાં આ પ્રકારનો આ પ્રથમ કેસ છે. પીડિતની બંને આંખો પ્રભાવિત થઈ છે. દર્દીના પ્લેટલેટ્સ તો નોર્મલ થઈ ગયા છે, જોકે તેમની આંખોના નીચેના ભાગમાં પરુ ભરાઈ ગયું છે. જોકે તેને દુરબીન વિધિથી ઓપરેશન કરીને કાઢી લેવામાં આવશે. ડેન્ગ્યુ પછી બ્લેક ફંગસ થવાથી આ કેસને લઈને ડોક્ટર પણ હેરાન છે.

બ્લેક ફંગસનો ખતરો : જબલપુર મેડિકલ કોલેજના ENT વિભાગના હેડ ડો.કવિતા સચદેવાના જણાવ્યા મુજબ,  પીડિતની પહેલા ડેન્ગ્યુની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન તેમને બ્લેક ફંગસની દવા અપાતી રહી. હવે ડેન્ગ્યુ સંપૂર્ણ રીતે મટી ગયો છે. પ્લેટલેટ્સ પણ નોર્મલ છે. જરૂરી તપાસ પછી બ્લેક ફંગસનું ઓપરેશન થશે. દર્દીની બંને આંખોની પાછળ ખૂબ જ પરુ ભરાઈ ગયું છે. તેને નાક પાસે દરબીન વિધિથી ઓપરેશન કરીને કાઢવામાં આવશે.

શાહીન ચક્રવાત / વાવાઝોડાના કારણે ઓમાન અને ઈરાનમાં ભારે તબાહી, 11 લોકોના મોત

ક્રુઝ ડ્રગ્સ પાર્ટી / આર્યને દરોડા બાદ આંખોના લેન્સ કવરમાં તો છોકરીઓએ સેનેટરી પેડમાં આ રીતે છુપાવ્યું હતુ ડ્રગ

આર્યન ખાન ડ્રગ્સ કેસ / શાહરુખની 378 કરોડ રૂપિયાની બ્રાન્ડ વેલ્યુ જોખમમાં, ટ્રોલર્સનો સવાલ – કિંગ ખાન ચાહકોના બાળકોને શું શીખવશે?