મુંબઈ,
સલમાન ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે દરેક તહેવાર પર તેના ચાહકોને અભિનંદન આપવાનું ભૂલતા નથી. મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ દેશમાં ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. ગાંધી જયંતી પર સલમાન ખાને સોશિયલ મીડિયા પર એક ખાસ સંદેશ શેર કરતાં તેમના ચાહકોને ગાંધી જયંતી પર અભિનંદન આપ્યા છે.
સલમાન ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ તેમના ચાહકોને વિનંતી કરી રહ્યા છે કે ગાંધી જયંતિની અભિનંદન સાથે સ્વચ્છ ભારત અને ફીટ ઈન્ડિયા મૂવમેન્ટને આગળ ધપાવાની અપીલ કરી છે. જેથી આખો દેશ સ્વચ્છ અને સ્વસ્થ રહે.
વીડિયો શેર કરતી વખતે સલમાન ખાને લખ્યું – ગાંધી જયંતી નિમિત્તે ભાઈએ કહ્યું છે તમને સંદેશ આપવા અને ચુલબુલ પાંડે તૈયાર છે.
https://www.instagram.com/p/B3FfX3nFUsy/?utm_source=ig_embed
વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન આજકાલ દબંગ 3 ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 20 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં સલમાન ખાન સાથે સોનાક્ષી સિંહા, સાંઇ માંજરેકર અને અરબાઝ ખાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળશે. પ્રભુદેવ આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. ફિલ્મના પ્રમોશન માટે સલમાન ખાને સોશિયલ મીડિયા પર પોતાનું નામ બદલીને ચૂલબુલ પાંડે રાખ્યું છે.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
