Drishyam The Conclusion Trailer Release: અજય દેવગનની મોસ્ટ અવેટેડ થ્રિલર ફિલ્મ ‘દૃશ્યમ: ધ કન્ક્લૂઝન’નું ટ્રેલર 9 સપ્ટેમ્બર 2026ના રોજ રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર સામે આવ્યા બાદ ફિલ્મને લઈને દર્શકોની ઉત્સુકતા વધુ વધી છે. ફિલ્મ 2 ઓક્ટોબર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફ્રેન્ચાઇઝીના આ નવા અધ્યાયમાં સાળગાંવકર પરિવાર ફરી એકવાર મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલો જોવા મળે છે.
પરિવારની સામે ફરી ઊભું થયું મોટું સંકટ
Drishyam ટ્રેલરની શરૂઆતમાં સાળગાંવકર પરિવારનું સામાન્ય જીવન જોવા મળે છે, પરંતુ થોડા જ સમયમાં પરિસ્થિતિ બદલાઈ જાય છે. પરિવારની જૂની મુશ્કેલીઓ જાણે ફરી તેમનો પીછો કરતી હોય તેવા સંકેતો ટ્રેલરમાં મળે છે. આ વખતે પણ વિજય સાળગાંવકર પોતાના પરિવારને બચાવવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર દેખાય છે.

વિજય ફરી રમશે દિમાગની રમત
અજય દેવગનનો વિજય સાળગાંવકર ફરી એકવાર પોતાની બુદ્ધિ અને સચોટ પ્લાનિંગનો ઉપયોગ કરતો જોવા મળે છે. પોલીસ અને સિસ્ટમની નજર પરિવાર પર હોવાના સંકેતો વચ્ચે વિજય માટે દરેક પગલું ખૂબ જ મહત્વનું બની જાય છે. ટ્રેલરમાં(Drishyam) રહસ્ય, સસ્પેન્સ અને ઈમોશનનું મિશ્રણ જોવા મળે છે. સાથે જ કેટલાક દમદાર ડાયલોગ્સે પણ દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. ફિલ્મની વાર્તા કઈ દિશામાં આગળ વધશે અને વિજય ફરી સિસ્ટમને માત આપી શકશે કે નહીં, તે મોટો સવાલ બની રહ્યો છે.
ફેન્સે ટ્રેલરને આપ્યો જબરદસ્ત પ્રતિસાદ
ટ્રેલર(Drishyam) રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેટલાક ફેન્સે ફિલ્મને અત્યારથી જ બ્લોકબસ્ટર ગણાવવાનું શરૂ કરી દીધું છે, જ્યારે કેટલાક દર્શકો બોક્સ ઓફિસ પર મોટા આંકડાની આગાહી કરી રહ્યા છે. ફિલ્મમાં અજય દેવગન સાથે શ્રેયા સરન, તબ્બુ સહિતના કલાકારો ફરી મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ કારણે ફિલ્મ સાથે જોડાયેલી જૂની યાદો પણ દર્શકોને ફરી તાજી થશે. હવે સૌથી મોટો સવાલ એ છે કે આ અંતિમ અધ્યાયમાં વિજય સાળગાંવકરની ચાલ સિસ્ટમ કરતાં એક ડગલું આગળ રહેશે કે નહીં. તેનો જવાબ 2 ઓક્ટોબરે ફિલ્મ રિલીઝ થયા બાદ જ મળશે.
આ પણ વાંચો: અજય દેવગણની ‘દ્રશ્યમ 3’ બનશે અત્યાર સુધીની સૌથી ખતરનાક ફિલ્મ!
આ પણ વાંચો: અક્ષય ખન્નાની એક્ઝિટ બાદ ‘દ્રશ્યમ 3’ માં અજય દેવગન સાથે કામ કરી ચૂકેલા અભિનેતાની એન્ટ્રી..!
આ પણ વાંચો: ‘દ્રશ્યમ 2’ની સફળતા વચ્ચે મહાદેવના દર્શન કરવા પહોંચ્યો અજય દેવગન, સામે આવી તસવીર
