મુંબઈ
એક્ટર પ્રોડ્યુસર અનુષ્કા શર્માએ તાજેતરમાં લોન્ચ કરેલ પોતાની ફેશન બ્રાન્ડ NUSH પર તફડંચી કરવાનો આરોપ લાગ્યો છે.ગયા અઠવાડિયે પોતાની ફેશન બ્રાન્ડ NUSHના લોન્ચ પછી અનુષ્કા અને તેની બીઝનેસ પાર્ટનર કંપની સુદીતી ઇન્ડસ્ટ્રી પર ડિઝાઇનની ચોરી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ગ્લેમર ઇન્ડસ્ટ્રીના કેટલાંક ફેશન ડિઝાઇનરનો દાવો છે કે અનુષ્કાની નવી બ્રાન્ડના વસ્ત્રોની ડિઝાઇન એક ચાઇનીઝ વેબસાઇટમાંથી ઉઠાવવામાં આવી છે.અનુષ્કની બ્રાન્ડ પર ડિઝાઈન કોપી કરવાનો આરોપ લાગ્યો છે.
આ મામલે અનુષ્કાના પ્રવક્તાનુ કહેવુ છે કે કેટલીક ગરબડ સામે આવી છે. અમે અત્યારે તેની તપાસ કરી રહ્યા છીએ. આ માટે જે જરુરી પગલા હશે તે અમે લઈશું.
સુદીતી ઇન્ડસ્ટ્રીના સીએમડી પવન અગ્રવાલનું કહેવું છે કે NUSHની કેટલીક બ્રાન્ડની ડિઝાઇન યોગ્ય લાગતી નથી અને અમે આ અંગે કડક કાર્યવાહી કરી રહ્યાં છીએ.અમે અનુષ્કાની વસ્ત્રોની બ્રાન્ડને તૈયાર કરાવીન જવાબદારી લીધી છે.અમારા ધ્યાનમાં એવું આવ્યું છે કે અમે જે ચાઇનીઝ ઉત્પાદક પાસેથી ડિઝાઇનો બનાવી છે તે બીજે ઠેકાણે પણ વેચાઇ રહી છે.અમારા ચાઇનીઝ સપ્લાયરે વિશ્વાસનો ઘાત કર્યો છે અને આ અંગે અમે યોગ્ય કાર્યવાહી કરીશું.
જો કે આ દરમિયાન અનુષ્કા શર્મા પર ચોરીનો આરોપ લગાવીને સોશિયલ મીડીયમાં તેની મજાક ઉડાવવામાં પણ આવી રહી છે.
