લોસ એંજલ્સ,
હોલિવૂડના બે ટોચના એક્શન સ્ટાર્સ ડ્વેઇન જ્હૉન્સન અને જેસન સ્ટેધમની સુપરહિટ ફિલ્મ ફાસ્ટ એન્ડ ફ્યૂયર્સની આગામી સિક્વલનું ટાઇટલ જાહેર થયું છે.
નવી ફિલ્મમાં ડ્વેઇન જ્હૉન્સન લ્યુક હૉબ્સ અને સ્ટેધમ ડેકાર્ડ શૉ નામનાં પાત્રો ભજવવાના છે. ફિલ્મનું ટાઇટલ આ રીતે નક્કી થયું છે ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ પ્રેઝન્ટ્સ હૉબ્સ એન્ડ શૉ.
અત્યાર સુધી અગાઉની ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ સીરિઝ ની તમામ ફિલ્મોએ બોક્સ ઑફિસ પર ટંકશાળ સર્જી અને સુપરહિટ નીવડી હતી.
ધ રૉક ફેમ ડ્વેઇન જ્હૉન્સને મિડિયાને જણાવ્યું કે આ ફિલ્મ આબાલવૃદ્ધ સૌને સરખી ગમે એવી બનવાની છે. જોનારા બોલી ઊઠશે, ઓહ્ આ તો પહેલીવાર જોયું.
https://www.instagram.com/p/BrpktIHFhry/?utm_source=ig_embed
અગાઉ એવા અહેવાલો પ્રગટ થયા હતા કે રૉક અને ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસના હીરો અન્ય ટોચના એક્શન સ્ટાર વીન ડિઝલ વચ્ચે ગંભીર મતભેદો સર્જાયા હતા. વીન ડિઝલ આ ફ્રેન્ચાઇઝીના નિર્માતાઓમાં એક છે.
ફ્રેન્ચાઇઝીની એક અભિનેત્રી ટાઇરેસી ગીબ્સને તો એટલી હદે આક્ષેપ કર્યો હતો કે રૉક આ સિરિઝને ડિરેલ કરી રહ્યો છે. (ટ્રેનને પાટા પરથી ગબડાવી રહ્યો છે.) તેણે રૉકને એક નંબરનો સ્વાર્થી ગણાવ્યો હતો.
https://www.instagram.com/p/Bro-KuVhgpk/?utm_source=ig_embed
સિક્વલોમાંથી સિરિઝના મૂળ નિર્માતા નીલ એચ મોરીત્ઝને દૂર કર્યા બાદ નીલે યુનિવર્સલ સામે કેસ પણ કર્યો હતો.જો કે હવે બધુ સમુ સુતરું ઉતર્યું છે અને ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થશે
