સિનેપ્રેમીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તે બહુચર્ચિત બિગ બજેટ ફિલ્મ ‘રામાયણ (Ramayan)ભાગ ૧’ ને લઈને એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સત્તાવાર ટ્રેલર લોન્ચ થવાના ગણતરીના દિવસો પહેલાં જ ફિલ્મનું સપ્રમાણ ૧ મિનિટ અને ૨૮ સેકન્ડનું પ્રિવ્યુ ફૂટેજ ઓનલાઈન લીક થઈ ગયું છે. આ ઘટનાને પગલે ફિલ્મ નિર્માતાઓ ભારે હરકતમાં આવ્યા છે અને લીક કરનારાઓ સામે સખત કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
ભારત મંડપમના ‘સંકલ્પ કાર્યક્રમ’ માંથી સ્માર્ટફોન રેકોર્ડિંગ વાયરલ
મળતી માહિતી મુજબ, ગત 18 જુલાઈના રોજ નવી દિલ્હી સ્થિત ભારત મંડપમ ખાતે એક ખાસ ‘પ્રથમ સંકલ્પ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગુપ્ત ઈવેન્ટમાં માત્ર પસંદગીના ખાસ આમંત્રિતો સમક્ષ જ ફિલ્મનું આ એક્સક્લુસિવ ફૂટેજ દર્શાવવામાં આવ્યું હતું. જોકે, ઉપસ્થિત લોકોમાંથી કોઈકે સ્માર્ટફોન વડે આ ક્લિપ ચોરીછૂપીથી રેકોર્ડ કરી લીધી હતી, જે જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી.
24 જુલાઈએ ટ્રેલર અને દિવાળીએ રિલીઝ
દિગ્દર્શક નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી આ મેગા બજેટ ફિલ્મનું સત્તાવાર ટ્રેલર 24 જુલાઈએ રિલીઝ થવાનું છે. આ પૌરાણિક ડ્રામા ફિલ્મમાં બોલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂર ભગવાન શ્રી રામના પાત્રમાં, દક્ષિણ ભારતીય અભિનેત્રી સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં અને કન્નડ સુપરસ્ટાર યશ લંકેશ રાવણના દમદાર પાત્રમાં નજરે પડશે. આ ફિલ્મના પ્રથમ ભાગને આગામી દિવાળીના શુભ તહેવાર પર સિનેમાઘરોમાં રિલીઝ કરવાની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે.
આ પણ વાંચે: સલમાન ખાનનો નવો લુક જોઈ ફેન્સ ચિંતામાં:થાકેલા દેખાતા ભાઈજાનનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
આ પણ વાંચે: સલમાન ખાન અને રોહિત શેટ્ટી બાદ હવે આમિર ખાનના ઘરે કડક પોલીસ બંદોબસ્ત
