Entertainment News/ અરિજિત સિંહની નિવૃત્તિનો અંત: ‘આવારાપન ૨’ માટે ગાયું નવું ગીત, આ તારીખે થશે રિલીઝ

બોલિવૂડના લોકપ્રિય ગાયક અરિજિત સિંહે (Arijit Singh)નિવૃત્તિનો નિર્ણય પાછો ખેંચીને ફિલ્મ ‘આવારાપન 2’ માટે નવું ગીત ‘યેહ આવારાપન’ ગાયું છે. વિશેષ ફિલ્મ્સ સાથેના 15 વર્ષના નાતા અને આ નવા ગીત વિશે જાણો સંપૂર્ણ વિગતો.

Trending Entertainment
Arijit Singh withdraws retirement.

સંગીત જગત અને બોલિવૂડ ફેન્સ માટે ખૂબ જ આનંદના સમાચાર સામે આવ્યા છે. થોડા સમય પહેલાં નિવૃત્તિની જાહેરાત કરીને ચાહકોને આંચકો આપનાર પ્રખ્યાત પ્લેબેક સિંગર અરિજિત સિંહે (Arijit Singh)સંગીતની દુનિયામાં વાપસી કરી છે. અરિજિત સિંહનું નવું ગીત ‘યેહ આવારાપન’ આગામી ફિલ્મ ‘આવારાપન ટુ’ માટે રિલીઝ થવા જઈ રહ્યું છે, જે 21 જુલાઈથી તમામ પ્રમુખ મ્યુઝિક સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ થશે.

વિશેષ ફિલ્મ્સ સાથે 15 વર્ષ જૂનો ખાસ નાતો

અરિજિત સિંહ અને નિર્માતા પ્રોડક્શન હાઉસ ‘વિશેષ ફિલ્મ્સ’ વચ્ચે છેલ્લા 15 વર્ષથી અતૂટ સંબંધ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અરિજિતે પોતાની બોલિવૂડ સિંગિંગ કરિયરની શરૂઆત પણ વિશેષ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી સુપરહિટ ફિલ્મ ‘મર્ડર 2’ ના લોકપ્રિય ગીત ‘ફિર મોહબ્બત’થી કરી હતી. આ જ ખાસ કનેક્શનના કારણે તેમણે પોતાની નિવૃત્તિનો નિર્ણય પાછો ખેંચીને આ સ્પેશિયલ ટ્રેક માટે અવાજ આપ્યો છે.

દિગ્ગજ કલાકારો અને મ્યુઝિક ટીમનું શ્રેષ્ઠ કોમ્બિનેશન

વિશેષ ભટ્ટના જણાવ્યા અનુસાર, આ ભાવુક અને આકર્ષક ગીતના બોલ પ્રખ્યાત ગીતકાર રશ્મિ વિરાગે લખ્યા છે, જ્યારે તેને સંગીતબદ્ધ અમાલ મલિક દ્વારા કરવામાં આવ્યું છે.

નિર્દેશક નિતિન કક્કરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘આવારાપન 2’ માં ઇમરાન હાશમી, દિશા પટણી અને દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ બહુપ્રતિક્ષિત ફિલ્મ 14 ઓગસ્ટે સિનેમાઘરોમાં મોટા પાયે રિલીઝ થવા જઈ રહી છે.


આ પણ વાંચો : સલમાન ખાનનો નવો લુક જોઈ ફેન્સ ચિંતામાં:થાકેલા દેખાતા ભાઈજાનનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ પણ વાંચો : સલમાન ખાન અને રોહિત શેટ્ટી બાદ હવે આમિર ખાનના ઘરે કડક પોલીસ બંદોબસ્ત

આ પણ વાંચો : આલિયા અને શર્વરીની એક્શન ફિલ્મ ‘આલ્ફા’નું બોક્સ ઓફિસ પર ધબડકો, કરોડોનું નુકસાન