Not Set/ આર્મી ડે પર સુશાંત સિંહ રાજપૂતે શેર કર્યું તેની આગામી ફિલ્મ ‘રાયફલમેન’નું ટીઝર

મુંબઇ, બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત સોશિઅલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તેઅવારનવાર તેના ચાહકો સાથે તેના ખાસ વીડીયો અને ફોટા શેર કરતા રહે છે. તાજેરતમાં સુશાંતે તેના ઇન્સ્ટાગ્રામ પર તેની આગામી ફિલ્મ વિશેના સમાચાર તેના ફેન્સ સાથે શેર કર્યા છે. સુશાંતે જણાવ્યું છે કે તેની આગામી ફિલ્મનું નામ ‘રાયફલમેન’ છે. આ ફિલ્મમાં તે […]

Uncategorized Entertainment

મુંબઇ,

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત સોશિઅલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તેઅવારનવાર તેના ચાહકો સાથે તેના ખાસ વીડીયો અને ફોટા શેર કરતા રહે છે. તાજેરતમાં સુશાંતે તેના ઇન્સ્ટાગ્રામ પર તેની આગામી ફિલ્મ વિશેના સમાચાર તેના ફેન્સ સાથે શેર કર્યા છે.

સુશાંતે જણાવ્યું છે કે તેની આગામી ફિલ્મનું નામ ‘રાયફલમેન’ છે. આ ફિલ્મમાં તે રાયફલમેનની ભૂમિકા નિભાવી રહ્યા છે. પોસ્ટમાં સુશાંતે ફિલ્મની ઘોષણા કરવાની સાથે જ આર્મી ડે પર ‘રાયફલમેન’નું ટીઝર પણ શેર કહ્યું છે. પોસ્ટ કરતા સુશાંતે કહ્યું કે ‘ઝડપથી વઘતા દુશ્મન. બચવા નાતે બોર્ડર. એક બહાદુર. આર્મી ડે પર મારી આગામી ફિલ્મ ‘રાયફલમેન’ની ઘોષણા કરતા ઉત્સાહિત છું.

https://www.instagram.com/p/BsqDsialvk_/?utm_source=ig_embed

આપને જણાવી દઈએ કે આજકાલ સુશાંત સિંહ તેની આ વર્ષેની પહેલી ફિલ્મ ‘સોનચિડિયા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સુશાંત સાથે ભૂમિ પેડનેકર, રણવીર શોરી, મનોજ બાજપેયી અને આશુતોષ રણ જોવા મળશે. આ પહેલા સુશાંત સિંહ રાજપૂત તેની પાછલી ફિલ્મ ‘કેદારનાથ’માં સારા અલી ખાન સાથે જોવા મળ્યો હતો.