Not Set/ શ્રીનગર/ નૌગામમાં પોલીસ પાર્ટી પર આતંકી હુમલો, બે પોલીસકર્મી શહીદ

જમ્મુ-કાશ્મીરમાં સ્વતંત્રતા દિવસનાં એક પહેલા જ આતંકવાદીઓએ સુરક્ષાદળોને ફરી એકવાર નિશાન બનાવ્યા છે. શ્રીનગરની સીમમાં નૌગામમાં પોલીસ ટીમ પર થયેલા આતંકવાદી હુમલામાં બે પોલીસ જવાન શહીદ થયા છે અને એક પોલીસ જવાન ઘાયલ છે. આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આતંકીઓએ નૌગામમાં 15 ઓગસ્ટની સુરક્ષામાં પોલીસ પાર્ટી પર […]

Uncategorized

જમ્મુ-કાશ્મીરમાં સ્વતંત્રતા દિવસનાં એક પહેલા જ આતંકવાદીઓએ સુરક્ષાદળોને ફરી એકવાર નિશાન બનાવ્યા છે. શ્રીનગરની સીમમાં નૌગામમાં પોલીસ ટીમ પર થયેલા આતંકવાદી હુમલામાં બે પોલીસ જવાન શહીદ થયા છે અને એક પોલીસ જવાન ઘાયલ છે. આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આતંકીઓએ નૌગામમાં 15 ઓગસ્ટની સુરક્ષામાં પોલીસ પાર્ટી પર હુમલો કર્યો. શુક્રવારે સવારે શ્રીનગરના નૌગામ બાયપાસ પર આ આતંકી હુમલો થયો છે.

કયા આતંકવાદીઓએ આ હુમલો કર્યો અને તેઓ કયા સંગઠન સાથે સંકળાયેલા છે તે અંગેની માહિતી હજુ સુધી જાણવા મળી નથી. જણાવીએ કે છેલ્લા કેટલાક દિવસોમાં આતંકીઓ દ્વારા પોલીસ પાર્ટી અને સેનાના કાફલા પર હુમલાઓ વધી ગયા છે. માત્ર બે દિવસ અગાઉ જ બારામુલાના સોપોર ખાતે સેનાની ટુકડી પર  હુમલો કર્યો હતો, જેમાં એક સૈનિક ઘાયલ થયો હતો.

ગુરુવારે, સુરક્ષા દળોને પુલવામા જિલ્લાના અવંતીપોરાના જંગલવાળા વિસ્તારમાં આતંકવાદીઓના બે ઠેકાણા મળ્યા. અહીંથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે અવંતિપોરાના બારડુ જંગલમાં લશ્કર-એ-તૈયબાની હાજરીની બાતમી મળતાં બુધવારે રાત્રે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

અધિકારીએ જણાવ્યું હતું કે, “સર્ચ ઓપરેશન દરમિયાન ગુરુવારે વહેલી સવારે લશ્કર-એ-તૈયબાના બે નિશાનો શોધી કાઢી નાશ કરવામાં આવ્યા હતા.” તેમણે કહ્યું કે આ સ્થળોએથી પદાર્થો અને મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી અને દારૂગોળો મળી આવ્યો હતો.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.