Not Set/ #IPL2020 #CSKvsDC : 176નાં લક્ષ્યાંક સામે ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂઆત નબળી

ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે આજે રમાઇ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2020)ની સાતમી મેચ છે. ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂઆત નબળી હતી. ટીમે 5 ઓવર પુરા થતાં પહેલાં જ શેન વોટસનની વિકેટ ગુમાવી દીધી હતી. વોટસન 14 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ચેન્નઈ સુપર કિંગ્સે 5 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 26 રન બનાવ્યા હતા.  ઉલ્લેખનીય છે […]

Uncategorized

ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે આજે રમાઇ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2020)ની સાતમી મેચ છે. ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂઆત નબળી હતી. ટીમે 5 ઓવર પુરા થતાં પહેલાં જ શેન વોટસનની વિકેટ ગુમાવી દીધી હતી. વોટસન 14 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ચેન્નઈ સુપર કિંગ્સે 5 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 26 રન બનાવ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, ટોસ જીત્યા પછી ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યા બાદ દિલ્હી કેપિટલ્સે 3 વિકેટે 175 રન બનાવ્યા હતા. અને  ચેન્નઈ સુપર કિંગ્સને જીત માટે 176 રનનું લક્ષ્ય આપ્યું હતું.  

દિલ્હી તરફથી ઓપનર પૃથ્વી શોએ સૌથી વધુ 64 રન બનાવ્યા. તે જ સમયે, શિખર ધવને 35, ઋષભ પંતે અણનમ 37, શ્રેયસ અય્યરે 26 અને માર્કસ સ્ટોયોનિસે અણનમ 5 રન બનાવ્યા. 

ચેન્નઈ તરફથી પીયુષ ચાવલાએ 33 રનમાં 2 અને સેમ કુરાને 27 રનમાં એક વિકેટ લીધી હતી. દિપક ચહર 38, જોશ હેઝલવુડે 28 અને રવિન્દ્ર જાડેજાએ 44 રન આપ્યા હતા. 

સીએસકેના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેન્નઈની આ ટૂર્નામેન્ટની ત્રીજી મેચ છે જ્યારે દિલ્હીની બીજી મેચ છે. ચેન્નઈ બે મેચમાં એક જીત અને એક હાર સાથે પોઇન્ટ ટેબલમાં બે પોઇન્ટ સાથે પાંચમાં ક્રમે છે જ્યારે દિલ્હીની ટીમ ચોથા સ્થાને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews