બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન (salman khan)ના તાજેતરના પબ્લિક એપિયરન્સે તેના લાખો ચાહકોની ધડકનો વધારી દીધી છે. મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન સલમાનનો લુક સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચાઓનું બજાર ગરમ થઈ ગયું છે. વાયરલ થયેલી ક્લિપમાં ભાઈજાન પહેલા કરતા ખૂબ જ પાતળા, નિસ્તેજ અને શારીરિક રીતે થાકેલા નજરે પડી રહ્યા છે, જેને જોઈને તેના ફેન્સ સ્વાસ્થ્યને લઈને સતત ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
એસઆરએ (SRA) ઈવેન્ટ દરમિયાન સામે આવ્યો અલગ અંદાજ
મુંબઈમાં સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (SRA) ના નવા ‘ડાટા કલેક્શન એન્ડ વેરિફિકેશન સપોર્ટ સેન્ટર’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સલમાન ખાને (salman khan) ખાસ હાજરી આપી હતી અને લાભાર્થીઓને નવા ઘરની ચાવીઓ પણ સોંપી હતી. પરંતુ આ શુભ પ્રસંગે તમામનું ધ્યાન તેના કામ કરતાં તેના શારીરિક બદલાવ પર વધુ ગયું હતું, જે બાદ ઈન્ટરનેટ પર તેના દેખાવને લઈને અનેક અટકળો શરૂ થઈ ગઈ છે.
સુપરસ્ટારના આ બદલાયેલા રૂપને જોઈને ઘણા યુઝર્સે તેના સ્વાસ્થ્ય અંગે સવાલો ઉઠાવ્યા હતા. પરંતુ બીજી તરફ તેના સમર્થકોએ સલમાનનો બચાવ કર્યો હતો. ચાહકોનું કહેવું છે કે જ્યાં મોટાભાગના કલાકારો પોતાની ઉંમર અને વૃદ્ધાવસ્થા છુપાવવા માટે જુદા જુદા રસ્તા અપનાવે છે, ત્યાં સલમાને પોતાની કુદરતી ઉંમરને સહજતાથી સ્વીકારી છે. યુઝર્સે તેની સાદગી, ગરિમા અને વાસ્તવિકતામાં જીવવાની શૈલીની ભારે પ્રશંસા કરી છે.
‘માતૃભૂમિ‘ અને આગામી ઈદ પર ધમાકો
વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન (salman khan) ટૂંક સમયમાં ફિલ્મ ‘માતૃભૂમિ’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ પહેલા ‘બેટલ ઓફ ગલવાન’ તરીકે ઓળખાતી હતી, પરંતુ બાદમાં તેના ટાઈટલમાં ફેરફાર કરાયો હતો અને કેટલાક દ્રશ્યો ફરીથી શૂટ કરાયા હતા. પ્રોડક્શન હાઉસે સ્પષ્ટ કર્યું છે કે સેન્સર બોર્ડ કે સર્ટિફિકેશનને લઈને કોઈ સમસ્યા નથી. આ ઉપરાંત સલમાને ડિરેક્ટર વામશી પૈદીપાલ્લીની નવી ફિલ્મ ‘નયનથારા‘ પણ સાઈન કરી છે, જે આગામી વર્ષે ઈદના તહેવાર પર સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.
આ પણ વાંચો:સલમાન ખાન અને રોહિત શેટ્ટી બાદ હવે આમિર ખાનના ઘરે કડક પોલીસ બંદોબસ્ત
