New Delhi: ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત સન્માન ગણાતા 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2024 દરમિયાન સેન્સર બોર્ડ (CBFC) દ્વારા પ્રમાણિત થયેલી શ્રેષ્ઠ ફિલ્મો, કલાકારો, દિગ્દર્શકો અને ટેક્નિકલ પ્રતિભાઓને આ પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. આ વર્ષે રાજકુમાર રાવ અભિનીત ‘શ્રીકાંત’ને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મનો ખિતાબ મળ્યો છે, જ્યારે ‘સ્ત્રી 2’, ‘આર્ટિકલ 370’, ‘કેપ્ટન મિલર’, ‘મેયાઝગન’ અને અન્ય અનેક ફિલ્મોએ પણ અલગ-અલગ કેટેગરીમાં પોતાની છાપ છોડી છે.
72nd National Film Awardsની સત્તાવાર જાહેરાત
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં સૌથી પ્રતિષ્ઠિત ગણાતો સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ રાજકુમાર રાવ (Rajkummar Rao)અભિનીત ‘શ્રીકાંત’ (Srikanth)ને મળ્યો છે. આ ફિલ્મનું દિગ્દર્શન તુષાર હીરાનંદાનીએ કર્યું છે. દૃષ્ટિબાધિત ઉદ્યોગસાહસિક શ્રીકાંત બોલ્લાના જીવન પરથી પ્રેરિત આ ફિલ્મને દર્શકો અને વિવેચકો બંને તરફથી પ્રશંસા મળી હતી. આ વર્ષની પુરસ્કાર યાદીમાં ‘સ્ત્રી 2’ (Stree 2)અને ‘આર્ટિકલ 370’ (Article 370)જેવી લોકપ્રિય ફિલ્મોએ પણ વિવિધ શ્રેણીઓમાં સ્થાન મેળવ્યું છે. આ બંને ફિલ્મોએ પોતાના વિષય, અભિનય અને ટેક્નિકલ ગુણવત્તાના આધારે જ્યુરીનું ધ્યાન ખેંચ્યું અને અલગ-અલગ કેટેગરીમાં સન્માન મેળવ્યું.
વિવિધ ભાષાઓની ફિલ્મોને પણ મળ્યું ગૌરવ
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં પ્રાદેશિક સિનેમાને પણ વિશેષ સ્થાન મળ્યું છે.
‘ઇંબુ’ ને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ (તુલુ)
‘ઢોલી’ ને સર્વશ્રેષ્ઠ ગઢવાલી ફિલ્મ
‘કમિટી કુરોલુ’ ને સર્વશ્રેષ્ઠ તેલુગુ ફિલ્મ
‘રાયન’ ને સર્વશ્રેષ્ઠ તમિલ ફિલ્મનો એવોર્ડ મળ્યો.
આ ઉપરાંત ધનુષ અભિનીત ‘કેપ્ટન મિલર’ અને અરવિંદ સ્વામી-કાર્તિ અભિનીત ‘મેયાઝગન’ ને સ્પેશિયલ મેન્શનથી સન્માનિત કરવામાં આવ્યા.
ડોક્યુમેન્ટરી અને નોન-ફીચર ફિલ્મોમાં કોને મળ્યા એવોર્ડ?
નોન-ફીચર કેટેગરીમાં પણ અનેક ફિલ્મોને સન્માન મળ્યું.
‘રામ-નામી’ – બેસ્ટ ડોક્યુમેન્ટરી
‘મેં નિદા’ – બેસ્ટ આર્ટ્સ અને કલ્ચર ફિલ્મ
‘પીપલાંતરી – A Tale of Eco Feminism’ – સામાજિક અને પર્યાવરણ મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફિલ્મ
‘Touched As Water’ – બેસ્ટ એનિમેશન ફિલ્મ
‘હમસફર’ – બેસ્ટ શોર્ટ ફિલ્મ
દિગ્દર્શન, સંગીત, લેખન અને ટેક્નિકલ ક્ષેત્રે
નોન-ફીચર ફિલ્મ વિભાગમાં આનંદ એલ રાયને ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી – એકતા કા પ્રતીક’ માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો.
અન્ય મહત્વના વિજેતાઓમાં:
સંજીવ શ્રીવાસ્તવ – બેસ્ટ ફિલ્મ ક્રિટિક
ફરાજ અલી – બેસ્ટ સ્ક્રિપ્ટ (ઓબૂર)
શિવપાલ સિંહ કાંગ – બેસ્ટ મ્યુઝિક ડિરેક્શન
માનવીર જસરોટિયા – બેસ્ટ એડિટિંગ
ટી.એસ. હરિહર સુધન – બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન
એડમન્ડ રેન્સમ – બેસ્ટ સિનેમેટોગ્રાફી
આ વર્ષના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો માટે 1 જાન્યુઆરી 2024થી 31 ડિસેમ્બર 2024 દરમિયાન CBFC દ્વારા પ્રમાણિત થયેલી ફિલ્મોને પાત્ર માનવામાં આવી હતી. પ્રખ્યાત ફિલ્મમેકર જાયરાજની અધ્યક્ષતામાં 11 સભ્યોની જ્યુરીએ દેશભરની ફિલ્મોની સમીક્ષા કરીને વિજેતાઓની ભલામણ માહિતી અને પ્રસારણ મંત્રાલયને સોંપી હતી. જ્યુરીની ચર્ચા પૂર્ણ થવામાં સમય લાગતાં એવોર્ડની જાહેરાતમાં લગભગ બે અઠવાડિયાનો વિલંબ થયો હતો.
આ પણ વાંચો: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ફિલ્મી સિતારાઓને National Film Awards એનાયત કરાયો
આ પણ વાંચો: ગુજરાતી કલાકાર માનસી પારેખને મળ્યો શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર, જાણો વિગત
