Gujarat News/ ગુજરાત સરકારનો મોટો નિર્ણય: વાજબી ભાવની દુકાનદારોનું કમિશન વધ્યું, 17 હજારથી વધુ સંચાલકોને મળશે લાભ

Fair Price Shop Commission: ગુજરાત સરકારે વાજબી ભાવની દુકાનના સંચાલકો માટે કમિશનમાં વધારો જાહેર કર્યો છે. હવે પ્રતિ ક્વિન્ટલ 150ના બદલે 185 કમિશન મળશે. રાજ્યના 17 હજારથી વધુ સંચાલકોને સીધો લાભ મળશે.

Gujrat Trending

Gujarat News : જાહેર વિતરણ પ્રણાલીને વધુ અસરકારક બનાવવા રાજ્ય સરકારે (Goverment Gujarat) મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારે વાજબી ભાવની ( Fair Price Shop Commission) દુકાનના સંચાલકોને આપવામાં આવતા કમિશનમાં વધારો કરવાની મંજૂરી આપી છે. આ નિર્ણયથી રાજ્યભરના 17 હજારથી વધુ રેશન દુકાન સંચાલકોને સીધો લાભ મળશે.

હવે કેટલું મળશે કમિશન?

અન્ન, નાગરિક પુરવઠા ( Gujarat Food and Civil Supplies) અને ગ્રાહક બાબતો વિભાગના નિર્ણય ( Ration Shop) મુજબ અત્યાર સુધી પ્રતિ ક્વિન્ટલ ઘઉં અને ચોખાના વિતરણ પર 150 કમિશન ચૂકવવામાં આવતું હતું. હવે તેમાં 35નો વધારો કરીને પ્રતિ ક્વિન્ટલ 185 કમિશન ચૂકવવામાં આવશે.

1 એપ્રિલ 2026થી અમલ, રાજ્ય સરકાર કરશે 67.20 કરોડનો ખર્ચ

સરકારના નિર્ણય મુજબ વધારેલું કમિશન 1 એપ્રિલ 2026થી અમલમાં ગણાશે. એટલે કે, સંચાલકોને આ તારીખથી વધારેલા દર મુજબ ચૂકવણી કરવામાં આવશે.કમિશન વધારાના નિર્ણયને અમલમાં મૂકવા માટે રાજ્ય સરકારે 67.20 કરોડની જોગવાઈ કરી છે.સામાન્ય શ્રેણી માટે 52.61 કરોડ, અનુસૂચિત જાતિ પેટાયોજના (SCSP) હેઠળ 4.11 કરોડ, જનજાતિ પેટાયોજના (TASP) હેઠળ 10.48 કરોડ ખર્ચવામાં આવશે.

કેમ લેવાયો નિર્ણય?

વાજબી ભાવની દુકાનના સંચાલકો દ્વારા છેલ્લા કેટલાક સમયથી પરિવહન ખર્ચ, મજૂરી, જાળવણી અને અન્ય સંચાલન ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને કમિશન વધારવાની માંગ કરવામાં આવી રહી હતી. સરકારે આ રજૂઆતોને ધ્યાનમાં રાખીને કમિશનમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

જાહેર વિતરણ પ્રણાલી વધુ મજબૂત બનશે

સરકારનું માનવું છે કે કમિશનમાં વધારો થતાં વાજબી ભાવની દુકાનોનું સંચાલન વધુ સુવ્યવસ્થિત બનશે (Ration Shop Commission Increase)અને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ લાભાર્થી પરિવારો સુધી ઘઉં અને ચોખાનું વિતરણ વધુ અસરકારક રીતે થઈ શકશે.


આ પણ વાંચો: રાજ્ય સરકારની વધુ એક ઉમદા પહેલ: જ્યના તમામ આદિજાતિ વિસ્તારોના ICDS બ્લૉકમાં પહોંચી ‘દૂધ સંજીવની યોજના’

આ પણ વાંચો: અશાંતધારા પર રાજ્ય સરકારનું મોટું નોટિફિકેશન: હવે ‘Specified Area’ શબ્દનો ઉપયોગ, SIT અને મોનિટરિંગ કમિટી બનશે

આ પણ વાંચો: સુરત પૂર પીડિતો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, ઘરવખરીથી વેપારીઓ સુધી મળશે સહાય: નાયબ મુખ્યમંત્રી