Breaking News: સુરતમાં ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિના કારણે નુકસાન ભોગવનારા વેપારીઓ અને રોજગારી સાથે જોડાયેલા લોકોને રાહત (Surat Flood Relief) આપવા રાજ્ય સરકારે વિશેષ સહાય પેકેજ જાહેર કર્યું છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi)એ વિવિધ કેટેગરીના વેપારીઓ માટે આર્થિક સહાય (Surat Flood Relief) અને લોન પર વ્યાજ સહાયની જાહેરાત કરી છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, પૂરથી અસરગ્રસ્ત રેકડી ચલાવતા લોકોને ₹7,500ની સીધી સહાય આપવામાં આવશે. જ્યારે અન્ય નાના વેપારીઓને ₹25,000ની સહાય (Surat Flood Relief) ચૂકવવામાં આવશે.
મધ્યમ કક્ષાના વેપારીઓ માટે ₹50,000ની સહાય જાહેર કરવામાં આવી છે. ઉપરાંત, પાકી દુકાન ધરાવતા વેપારીઓને ₹1 લાખ સુધીની સહાય (Surat Flood Relief) આપવામાં આવશે, જેથી તેઓ પોતાનો વ્યવસાય ફરી શરૂ કરી શકે. સરકારે વેપારીઓને ફરીથી આર્થિક રીતે ઉભા કરવા માટે સરળ લોનની વ્યવસ્થા પણ જાહેર કરી છે.
Surat Flood Relief: લોન યોજનાની મુખ્ય વિગતો
વાર્ષિક ટર્નઓવર ₹7.5 લાખ સુધી ધરાવતા વેપારીઓને ₹20 લાખ સુધીની લોન મળશે.
વાર્ષિક ટર્નઓવર ₹15 લાખ સુધી ધરાવતા વેપારીઓને ₹25 લાખ સુધીની લોન આપવામાં આવશે.
₹15 લાખથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓને ₹30 લાખ સુધીની લોનનો લાભ મળશે.
સરકારે વધુમાં જાહેરાત કરી છે કે આ યોજના હેઠળ લોન લેનારા વેપારીઓ માટે ₹10 લાખ સુધીના વ્યાજની રકમ સરકાર ચૂકવશે, જેથી વેપારીઓ પર આર્થિક ભાર ઓછો થાય.
હર્ષ સંઘવી (Harsh Sanghavi)એ સ્પષ્ટ કર્યું કે લાભાર્થીઓએ રોકડ સહાય અથવા વ્યાજ સહાય – બંનેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે. બંને લાભ એકસાથે મળી શકશે નહીં.સરકારનું કહેવું છે કે પૂરથી અસરગ્રસ્ત વેપારીઓ અને નાના ધંધાર્થીઓને ઝડપથી આર્થિક રીતે ફરી ઉભા કરવામાં આ સહાય પેકેજ મહત્વપૂર્ણ સાબિત થશે. યોજનાના અમલીકરણ માટે સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વંચો:દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ: સુરત-વલસાડમાં જનજીવન ઠપ, 11નાં મોત; CM ભૂપેન્દ્ર પટેલ આજે કરશે મુલાકાત
આ પણ વંચો:સુરતમાં વરસાદી તબાહી: 24 કલાકમાં 10ના મોત, ત્રણ દિવસમાં મૃત્યુઆંક 19 પર પહોંચ્યો
આ પણ વંચો:રાજ્યમાં ભારે વરસાદે તબાહી મચાવી: જૂનાગઢ, જામનગર-સુરત સહિત અનેક જિલ્લાઓમાં એલર
