Gujarat News/ અશાંતધારા પર રાજ્ય સરકારનું મોટું નોટિફિકેશન: હવે ‘Specified Area’ શબ્દનો ઉપયોગ, SIT અને મોનિટરિંગ કમિટી બનશે

Specified Area: ગુજરાત સરકારે અશાંતધારા કાયદામાં મહત્વના ફેરફારો જાહેર કર્યા છે. હવે ‘Specified Area’ શબ્દનો ઉપયોગ થશે, મોનિટરિંગ કમિટી અને SITની રચના થશે તેમજ મિલકત ટ્રાન્સફર પ્રક્રિયા વધુ કડક બનાવાશે.

Gujrat Top Stories

Gujarat News : ગુજરાત સરકારે અશાંતધારા કાયદા હેઠળ અમલમાં રહેલી જોગવાઈઓમાં મહત્વપૂર્ણ ફેરફારો જાહેર કરતા નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે. નવા નિયમો અનુસાર હવે ‘અશાંતધારા’ શબ્દના સ્થાને Specified Area (સ્પેસિફાઈડ એરિયા) શબ્દનો સત્તાવાર ઉપયોગ કરવામાં આવશે. આ સાથે મિલકતના ખરીદ-વેચાણ અને ટ્રાન્સફરની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે.

સરકારના નિર્ણય મુજબ કોઈપણ વિસ્તારને (Specified Area) જાહેર કરતા પહેલાં Monitoring and Advisory Committeeની રચના કરવામાં આવશે. કમિટીની ભલામણ અને પરિસ્થિતિના મૂલ્યાંકન બાદ જ રાજ્ય સરકાર અંતિમ નિર્ણય લેશે. નવા નિયમોમાં ‘ભોગ બનનાર’ શબ્દના બદલે ‘Person Aggrieved’ શબ્દનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

કયા વિસ્તારોને જાહેર કરી શકાશે Specified Area?

જે વિસ્તારોમાં કોમી તણાવ, શાંતિ ભંગની સંભાવના અથવા મોટા પાયે સ્થળાંતરની શક્યતા હોય તેવા વિસ્તારોને સરકાર ‘Specified Area’ તરીકે જાહેર કરી શકશે. આવા વિસ્તારોમાં મિલકતના સોદા પર વિશેષ દેખરેખ રાખવામાં આવશે.

મિલકત ટ્રાન્સફર માટે કડક પ્રક્રિયા

નવા નિયમો મુજબ, સ્પેસિફાઈડ એરિયામાં આવેલી મિલકતના વેચાણ અથવા ટ્રાન્સફર પહેલાં કલેક્ટર દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવશે. જો તપાસ દરમિયાન કાયદો-વ્યવસ્થા અથવા કોમી સંવેદનશીલતા સંબંધિત મુદ્દાઓ સામે આવશે તો તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ મંજૂરી આપવામાં આવશે.

SIT કરશે તપાસ

મિલકતના ટ્રાન્સફર સંબંધિત ફરિયાદોની તપાસ માટે Special Investigation Team (SIT)ની રચના કરવામાં આવશે. SITના અહેવાલના આધારે કલેક્ટર અંતિમ નિર્ણય લેશે. જો કોઈ ટ્રાન્સફર ગેરકાયદેસર હોવાનું સાબિત થશે તો તે રદ કરવામાં આવશે.

ગેરકાયદે ટ્રાન્સફર થશે રદ

નોટિફિકેશન મુજબ જો કોઈ મિલકતનો સોદો નિયમો વિરુદ્ધ થયો હોવાનું સામે આવશે તો ટ્રાન્સફર રદ થશે. આવા કિસ્સામાં ખરીદનારને ચૂકવેલી રકમ છ મહિનાની અંદર પરત આપવામાં આવશે અને મૂળ માલિકને મિલકતનો કબજો પાછો સોંપવામાં આવશે.રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર આ નવા નિયમોનો હેતુ સંવેદનશીલ વિસ્તારોમાં મિલકતના વ્યવહારો વધુ પારદર્શક બનાવવા, ગેરકાયદે ટ્રાન્સફર અટકાવવા અને કાયદાના અસરકારક અમલને સુનિશ્ચિત કરવાનો છે.


આ પણ વાંચો: ગુજરાત ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રીથી ખળભળાટ, UCC અને અશાંતધારા મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર

આ પણ વાંચો: અમદાવાદમાં અશાંતધારા કાયદાના ભંગ વચ્ચે મુસ્તુફા માણેકચંદના ગેરકાયદે બંગલાને તોડી પાડવામાં આવ્યો

આ પણ વાંચો: એકસરખા ચહેરાથી Digi Yatra થઈ ફેલ, જોડિયા ભાઈ-બહેન પરેશાન, ફેશિયલ રેકગ્નિશન કરી રહ્યું છે ગૂંચવણ