Domestic Flight Ticket Price Hike: જો તમે આગામી દિવસોમાં હવાઈ મુસાફરી(Flights) કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. દેશની બે સૌથી મોટી એરલાઇન્સ એર ઇન્ડિયા (Air India) અને ઇન્ડિગો (IndiGo) એ સ્થાનિક (Domestic) ઉડ્ડયનોમાં મોટો કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે. રિપોર્ટ્સ અનુસાર, 1 June 2026 થી આગામી 90 દિવસ સુધી બંને કંપનીઓ ઘણા સ્થાનિક રૂટ્સ પર ફ્લાઇટ્સની સંખ્યામાં ઘટાડો કરશે. જેમાં એર ઇન્ડિયા 20 થી 25 ટકા જેટલી સ્થાનિક ફ્લાઇટો ઘટાડી શકે છે.
ફ્લાઇટ્સ ઘટાડવાનું મુખ્ય કારણ શું છે?(Flights)
“એરલાઇન્સ(Flights) કંપનીઓ દ્વારા લેવાયેલા આ નિર્ણય પાછળ મુખ્ય બે કારણો જવાબદાર છે:”
વિમાન ઇંધણ (ATF) ના ભાવમાં ભડકો: આંતરરાષ્ટ્રીય બજારમાં અને ખાસ કરીને પશ્ચિમ એશિયાના તણાવને કારણે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવ આસમાને પહોંચ્યા છે. ઘણા શહેરોમાં તેની કિંમત પ્રતિ કિલોલીટર 80,000 રૂપિયાથી વધીને 1 લાખ રૂપિયાને પાર થઈ ગઈ છે.
વેકેશન પૂરું થતાં માંગમાં ઘટાડો: ઉનાળાની રજાઓ પૂર્ણ થતાં જ દર વર્ષે મુસાફરોની સંખ્યામાં કુદરતી ઘટાડો જોવા મળે છે.
જો કે, કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે કોઈ રૂટ સંપૂર્ણ બંધ નહીં થાય, માત્ર ફ્લાઇટ્સની ફ્રીક્વન્સી ઘટાડાશે. મુસાફરોની હાલાકી બચાવવા આવી ફ્લાઇટ્સને બુકિંગ વેબસાઇટ્સ પરથી પહેલેથી જ હટાવી દેવાઈ છે.
કયા રૂટ્સ પ્રભાવિત થશે અને શું ટિકિટ મોંઘી થશે?
આ નિર્ણયથી મુંબઈથી અમદાવાદ, નાગપુર, પટના અને ભોપાલની ફ્લાઇટ્સ પ્રભાવિત થશે. આ ઉપરાંત દિલ્હીથી હૈદરાબાદ, બેંગલુરુ અને કોલકાતાના રૂટ્સ પર ફ્લાઇટ્સની સંખ્યા ઘટશે. નિષ્ણાતોના મતે, જો આગામી સમયમાં ઇંધણના ભાવ નીચે નહીં આવે, તો એરલાઇન્સ કંપનીઓ પોતાનો આર્થિક બોજ હળવો કરવા માટે વિમાન ટિકિટના ભાવમાં વધારો કરી શકે છે.
આ પણ વાંચો: દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જતું પ્લેન ચીનની એરસ્પેસમાંથી પાછું ફર્યું, 8 કલાક હવામાં રહ્યું
આ પણ વાંચો: એર ઈન્ડિયા બ્લાસ્ટના 40 વર્ષ બાદ કેનેડાની આંખ ઉઘડી, રિપોર્ટમાં ખાલિસ્તાની ઉગ્રવાદને ગણાવ્યું
આ પણ વાંચો: રનવે પર મોટો ખતરો! એર ઈન્ડિયા એક્સપ્રેસનું પૈડું તૂટતા થાઈલેન્ડમાં હાર્ડ લેન્ડિંગ
