Mehsana news/ ખેરાલુ ધારાસભ્યના ફાર્મ હાઉસમાં યુવકની આત્મહત્યા, માનસિક રીતે અસ્વસ્થ હતો

યુવકે દોરડા વડે ગળાફાંસો ખાઈ લઈને આત્મહત્યા કરી લીધી હતી

Gujarat Others
આત્મહત્યા

Mehsana News : ખેરાલુમાં એક યુવકના આપઘાતના બનાવને પગલે ચકચાર મચી છે. જેમાં એક યુવકે MLAના ફાર્મ હાઉસમાં ગળાફાંસો ખાઈ લઈને જીવન ટુંકાવ્યું હતું. ધારાસભ્ય સરદાર ચૌધરીનું ફાર્મ હાઉસ ખેરાલુના ચાડાથી ગણેશપુરા જવાના માર્ગ પર આવેલું છે. આ ફાર્મ હાઉસની ઓરડીમાં ભરત માનસંગભાઈ કઠિયારા નામના યુવકે દોરડા વડે ગળાફાંસો ખાઈ લઈને આત્મહત્યા કરી લીધી હતી.

ફાર્મ હાઉસ મા આત્મહત્યા:

આ ઘટના ત્રણ-ચાર દિવસ પહેલાની હોવાનું ધારાસભ્ય સરદાર ચૌધરીનું કહેવું છે. વધુમાં તેમણે કહ્યું હતું કે 10 વર્ષ પહેલા મારે ત્યાં ખેડૂતનો ભાગીયો હતો. ઉપરાંત અમારી ગેરહાજરીમાં અમારા ફાર્મ હાઉસ પર આવ્યો હતો. તે સિવાય આ વ્યક્તિ માનસિક રીતે ડિસ્ટર્બ હતો.

આ અંગે ખેરાલુ PI પી.ડી દરજીએ જણાવ્યું હતું કે 25 નવેમ્બરની રાત્રે આ બનાવ બન્યો હતો. મૃતક જુનો ડ્રાઈવર હતો અને પહેલા ત્યાં ટ્રેકટર ચલાવતો હતો, જોકે 10 વર્ષ કામ કર્યા બાદ તે છુટો થઈ ગયો હતો. મૃતક ભરત કઠિયારા ગણેશપુરા ઉડળી ગામમાં રહેતો હતો. તે સિવાય આ બનાવ સંદર્ભે પોલીસે પરિવારના નિવેદન લીધા છે. જેમાંપરિવારનું કહેવું છે કે છેલ્લા થોડા દિવસથી મૃતક અસ્વસ્થ હતો. પરિવારે તેનું મગજ અસ્થિર થઈ ગયાનું કહ્યું હતું. હાલમાંપોલીસે અકસ્માત મોત દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સરખેજમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ, નીપજ્યું મોત

આ પણ વાંચો: જામનગરના ધ્રોલમાં પુત્ર પ્રાપ્તિના વિયોગમાં પરિણીતાનો આપઘાત

આ પણ વાંચો: સુરતમાં વધુ એક ડોક્ટરે કર્યો આપઘાત, 9માં માળેથી નીચે ઝંપલાવ્યું