Surat News/ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી ચોરાયેલું નવજાત શિશુ મળી આવ્યું, મહિલા ઝડપાઈ

અગાઉ પણ સિવિલમાંથી બાળકની ચોરી થઇ હતી.

Top Stories Gujarat Surat

Surat News: સુરત (Surat)ની નવી સિવિલ હોસ્પિટલ (New Civil Hospital)ની ગંભીર બેદરકારી (Irregularities) સામે આવતા ખળભળાટ મચી ગયો છે. કાચની પેટીમાં મૂકેલી નવજાત બાળક (New born baby)ને અજાણી મહિલા ઉઠાવી જતાં ફરાર થઈ ગઈ હતી. સુરતની 60થી વધુ પોલીસે તપાસ કરી ડિંડોલી (Dindoli)માંથી  મહિલા આરોપીને ઝડપી પાડી બાળકને શોધી કાઢ્યું છે.

સુરતમાં આજે સવારે નવી સિવિલ હોસ્પિટલમાં કાચની પેટીમાં મૂકેલ નવજાત શિશુ ગાયબ થઈ જતાં માતાપિતા આક્રોશમાં આવી ગયા હતા. હોસ્પિટલ (Hospital) તંત્રની આંખ નીચે અજાણી મહિલા નવજાતને ઉઠાવી જતાં સ્થાનિક પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. રમાડવાના બહાને મહિલાએ બાળકને ઉઠાવ્યું (Kidnapping) હતું અને નવજાત બાળકને થેલીમાં નાખી મહિલા ફરાર થઈ ગઈ હતી. ત્યારે હોસ્પિટલની સુરક્ષા સામે ફરી સવાલો ઉઠ્યા છે. આ સમગ્ર મામલે સિક્યુરીટી (Security) હેડને પૂછતાં સિક્યુરિટીએ લૂલો બચાવ કર્યો હતો.

સિક્યુરીટી હેડે કહ્યું કે, કોઈ બાળક ચોરી નથી થયું, માતા-પિતાએ બાળકને જાતે આપ્યું છે. અગાઉ પણ સિવિલમાંથી બાળકની ચોરી થઇ હતી. ફરી એકવાર નવજાતની ચોરીની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. આ મામલે ખટોદરા પોલીસે, ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી હતી. નવજાત શિશુની તપાસ કરવા તાબડતોબ 60થી વધુ પોલીસની 10 ટીમ બાળકને શોધવા જોતરાઈ ગઈ હતી. આ માટે 200થી વધુ CCTV કેમેરાના આધારે મહિલાની ધરપકડ કરવામાં આવી છે. ડિંડોલીમાંથી મહિલાને ઝડપી પાડી શિશુને માતાપિતાને પરત કર્યુ હોવાનું સામે આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં

આ પણ વાંચો:સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, ફાયરના સાધનોની સાથે બેડ પણ ખાઈ રહ્યા છે ધૂળ

આ પણ વાંચો:સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં તંત્ર બેદરકાર, શૌચાલયમાં સ્લેબના પોપડા પડ્યા