Avimukteshwaranand: બાળકોના જાતીય શોષણના આરોપોને લઈને શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સામે FIR નોંધાતા મામલો વધુ ગરમાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, પ્રયાગરાજ પોલીસની એક ટીમ પૂછપરછ માટે વારાણસી જવા નીકળી ગઈ છે. જરૂરી જણાય તો તેમની ધરપકડ કરવાની શક્યતા પણ નકારી શકાય નહીં.
સ્વામી અવિમુક્તેશ્વરાનંદે (Avimukteshwaranand) સલાહકારો સાથે ચર્ચા કરી
સોમવારે સવારે સ્વામી અવિમુક્તેશ્વરાનંદે (Avimukteshwaranand) પોતાના કાનૂની સલાહકારો સાથે ચર્ચા કરી અને કેસ સંબંધિત માર્ગદર્શન લીધું. ચર્ચા બાદ એવી ચર્ચા ચાલી રહી છે કે ધરપકડથી રાહત મેળવવા તેઓ હાઈકોર્ટમાં અરજી કરી શકે છે.
“પોલીસ જે પૂછશે તેનો જવાબ આપીશું,”
પ્રેસકોન્ફરન્સ દરમિયાન તેમણે જણાવ્યું કે તેઓ કોઈપણ રીતે ભાગવાના નથી અને કાયદેસરની પ્રક્રિયામાં સંપૂર્ણ સહકાર આપશે. “અમે અહીં હાજર છીએ, પોલીસ જે પૂછશે તેનો જવાબ આપીશું,” એમ તેમણે કહ્યું. સાથે જ તેમણે માંગણી કરી કે જો જનતાને યુપી પોલીસ પર વિશ્વાસ ન હોય તો અન્ય રાજ્યની પોલીસ અથવા નિષ્પક્ષ એજન્સી દ્વારા તપાસ કરાવવી જોઈએ.
પોલીસે સ્થળની વિગતવાર તપાસ કરી
રવિવારે પોલીસ ફરિયાદી આશુતોષ બ્રહ્મચારી મહારાજ સાથે માઘ મેળા વિસ્તારમાં પહોંચી હતી. તેમણે માઘ મેળો-2026 અને મહાકુંભ-2025 દરમિયાન બાળકો સાથે દુર્વ્યવહાર થયાના આક્ષેપો કર્યા છે. પોલીસે તે સ્થળની વિગતવાર તપાસ કરી જ્યાં શંકરાચાર્યનો શિબિર યોજાયો હતો. પ્રવેશ-નિકાસ માર્ગો સહિત આસપાસના વિસ્તારનો નકશો તૈયાર કરવામાં આવ્યો.

પ્રયાગરાજની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ફરિયાદ
આ પહેલા પ્રયાગરાજની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં આશુતોષ મહારાજે બે બાળકોને રજૂ કરી ગંભીર આરોપો મૂક્યા હતા. બાળકોના નિવેદનો કોર્ટમાં ગુપ્ત રીતે નોંધાયા હતા. કોર્ટના આદેશ બાદ ઝૂંસી પોલીસ સ્ટેશનમાં શનિવારે મોડી રાત્રે કેસ દાખલ થયો. આ મામલામાં અવિમુક્તેશ્વરાનંદ, તેમના શિષ્ય મુકુંદાનંદ તેમજ 2-3 અજાણ્યા વ્યક્તિઓને આરોપી બનાવવામાં આવ્યા છે.
અવિમુક્તેશ્વરાનંદે (Avimukteshwaranand) આક્ષેપોને નકારી કાઢ્યા
આક્ષેપોને નકારી કાઢતાં અવિમુક્તેશ્વરાનંદે (Avimukteshwaranand) જણાવ્યું કે જે વિદ્યાર્થીઓ અંગે વાત કરવામાં આવી રહી છે તેઓ તેમના ગુરુકુલના નથી. તેમના કહેવા મુજબ, આ વિદ્યાર્થીઓએ ક્યારેય ગુરુકુલમાં પ્રવેશ લીધો નથી અને ન તો ત્યાં અભ્યાસ કર્યો છે. કોર્ટમાં રજૂ થયેલી માર્કશીટ મુજબ તેઓ હરદોઈ જિલ્લાના એક શાળાના વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે અને તેમનો ગુરુકુલ સાથે કોઈ સંબંધ નથી.
