Gandhinagar Rape Case Police Firing: ગાંધીનગરમાં દુષ્કર્મ (Rape) ના એક ગંભીર કેસમાં પોલીસ કાર્યવાહી દરમિયાન ચકચાર મચી ગઈ છે. દુષ્કર્મના આરોપી પર રિ-કન્સ્ટ્રક્શન દરમિયાન ગાંધીનગર પોલીસે ફાયરિંગ કર્યાના સમાચાર સામે આવ્યા છે. ફાયરિંગમાં આરોપીના પગમાં ગોળી વાગતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, દુષ્કર્મના આ કેસમાં મૂળ બિહારનો રહેવાસી આરોપી તરીકે ઝડપાયો હતો. ગાંધીનગર પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. કેસની તપાસને વધુ મજબૂત બનાવવા માટે આજે આરોપીને ઘટનાસ્થળે રિ-કન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો હતો.
રિ-કન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીનો ભાગવાનો પ્રયાસ
રિ-કન્સ્ટ્રક્શન (Reconstruction) દરમિયાન અચાનક આરોપી (Accused)એ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીના ભાગવાના પ્રયાસને પગલે પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. પોલીસે આરોપીને રોકવા માટે પહેલે ચેતવણી આપી હતી, પરંતુ આરોપી ન અટકતા ફરજિયાત રીતે ફાયરિંગ કરવું પડ્યું હોવાનું જાણવા મળ્યું છે. ફાયરિંગ દરમિયાન આરોપીના પગમાં ગોળી વાગી હતી.
બાળકી પર આરોપીએ આચર્યું હતું દુષ્કર્મ (Rape)
આરોપીની ઓળખ રામસિંહ તરીકે થઈ છે, જે મૂળ બિહારનો વતની છે અને ગાંધીનગરના સેક્ટર-25 GIDC સ્થિત અમુલ ડેરીમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. બનાવની રાતે આરોપી સેક્ટર-24 ઇન્દિરા નગર છાપરા વિસ્તારમાં આવ્યો હતો. તે દરમિયાન ચાર વર્ષની બાળકી લઘુશંકા માટે બહાર નીકળેલી હતી, ત્યારે તકનો લાભ લઈ આરોપીએ બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ (Rape) આચર્યું હતું.
ઘટનાની ગંભીરતા જોતા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી હતી, જેના પગલે આરોપીને ઝડપી લેવાયો હતો. આજે પુરાવા એકત્ર કરવા માટે આરોપીને સેક્ટર-24 ઇન્દિરા નગર છાપરા ખાતે લઈ જવાયો હતો. આ દરમિયાન તકનો લાભ લઈ આરોપીએ ફરીથી ભાગવાની કોશિશ કરી હતી.
મહિલા પીઆઇ દ્વારા ત્રણ રાઉન્ડ ફાયરિંગ
આ સમયે સેક્ટર-21ના મહિલા પીઆઇ એલ.પી. દેસાઈ દ્વારા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી એક ગોળી આરોપીના પગમાં વાગી હતી. ફાયરિંગ બાદ આરોપીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.
આ પણ વાંચો:ગુજરાત તરફ ક્યારેય નજર પણ નહીં કરુ, બળાત્કારના આરોપીનો ફફડાટ
આ પણ વાંચો:બળાત્કાર બાદ મહિલાને ફેંકી દેવામાં આવી,ગુપ્તાંગમાંથી લોહી નીકળ્યું, ચહેરા પર ઊંડા ઘા…
આ પણ વાંચો: ગાંધીનગરમાં ફરી હચમચાવી દેનારી ઘટના: 5 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ, બે શંકાસ્પદો ઝડપાયા

